દમણમાં આજથી ત્રણ દિવસ સુધી દમણ આરટીઓ વિભાગે બહાર પાડેલા ફતવા સામે સ્કુલ બસ સંચાલકો હડતાળ પર ઉતર્યા છે જેને પગલે વાલીઓએ પોતાના બાળકોને શાળાએ મુકવાની ફરજ પડી હતી અને દમણના તમામ મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ સર્જાતા ખુદ દમણ પોલીસવડાએ ટ્રાફિક ક્લિયર કરાવવો પડ્યો હતો.
દમણમાં ચાલતી વિવિધ શાળાની સ્કુલ બસ, રિક્ષા સહીતના વાહનોમા આરટીઓ નિયમ મુજબ લખાણ અને કલર કરવા ઉપરાંત માન્યતા મુજબના જ વિદ્યાર્થીઓને બેસાડવાનો નિયમ બહાર પાડતા દમણની શાળાઓમાં ચાલતી સ્કુલ બસ, રિક્ષા સંચાલકોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે. હડતાળના કારણે આજે વાલીઓએ પોતાના વાહનોમાં બાળકોને શાળા મુકવા જવુ પડ્યુ હતુ દમણની ફાતિમા સ્કૂલ, સરકારી પ્રાથમિક, માધ્યમિક શાળા, સહીત વિવિધ ખાનગી શાળાના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ સર્જાયો હતો ટ્રાફીક જામમાં દમણના પોલીસવડા સેજુ કુરુવિલ્લા પણ ફસાયા હતા અને જાતે કારમાંથી નિચે ઉતરી તમામ ટ્રાફીક ક્લિયર કરાવ્યો હતો અને તમામ શાળામા બાળકોને હેમખેમ સમયસર પંહોચાડવામાં એક આમ નાગરીક તરીકેની ફરજ નિભાવી હતી જે બાદ ટ્રાફીક વિભાગ પણ દોડતો થયો હતો અને તમામ મુખ્ય માર્ગો પર થયેલા ટ્રાફીક જામને ક્લિયર કરવામાં લાગ્યા હતા. ત્યારે શાળાએ જતા બાળકોને લઇજતા વાહનચાલકોના હડતાળને પગલે પ્રથમ દિવસે જ લોકોએ, વાલીઓએ, શાળા સંચાલકોએ મુશ્કેલીનો સામનો કર્યો છે અને હજુ બે દિવસ હડતાળનો ઉકેલ નહી આવે તો દમણના માર્ગો પર ટ્રાફીકજામના દ્રશ્ય જોવા મળશે અને લોકો ટ્રાફીકજામની મુશ્કેલીનો સામનો કરશે