હાર્દિક પટેલને દિલ્હીનું તેડું, શું થશે નવાજૂની.
ગયા અઠવાડિયે હાર્દિક પટેલે પોતાના જ પક્ષ સામે આરોપો કરીને ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ સર્જ્યો હતો, જે બાદ કોંગ્રેસના હાઇકમાને આજે તેમને દિલ્હી બોલાવ્યાના સમાચારો વહેતા થયા છે.ચુંટણી પહેલા એક બાજુ પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ પોતાના જ પક્ષથી નારાજગી દર્શાવી રહ્યા છે, બીજી બાજુ પાટીદાર અગ્રણી નરેશ પટેલનું કોંગ્રેસમાં જોડાણની અટકળોએ વિરામ મૂકયો નથી.
તેવામાં ગઈકાલે ગુજરાતને લઈને દિલ્હીથી એક મોટા સમાચાર જાહેર થયા છે, કોંગ્રેસ હાઇકમાન સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના અધ્યક્ષ સ્થાને રાજનૈતિક રણનીતિકાર પ્રશાંત કિશોરની એક મિટિંગ યોજાઈ હતી, જેમાં ગુજરાતમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કેમ્પૈનની જવાબદારી પ્રશાંત કિશોરને સોંપવામાં આવી છે
પ્રશાંત કિશોર કોંગ્રેસ માટે કામ કરે તો નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે.
અગાઉ નરેશ પટેલે કોંગ્રેસમાં જોડાવા માટે અમુક શરતો મૂકી હોવાનું કહેવામાં આવે છે, જેમાં પ્રશાંત કિશોર ગુજરાતમાં કોંગ્રેસ માટે કામ કરે તેવી નરેશ પટેલની માગણી રહી છે.હવે જ્યારે પ્રશાંત કિશોર પાછલા બારણે ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળશે ત્યારે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા વધી છે,
બીજી બાજુ ગઈકાલે હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે રાજકોટ ખાતે 3 કલાક બંધબારણે બેઠક યોજાઇ હતી.
ઉલ્લેખનીય છે કે નરેશ પટેલ ગઈકાલે જ દિલ્હીથી ગુજરાત આવ્યા છે જ્યારે હાર્દિક પટેલ નરેશ પટેલની સાથે મિટિંગ કરીને આજે દિલ્હી ગયા છે.આ તમામ સંજોગો જોતાં ગુજરાતમાં કોંગ્રેસ ખૂબ મોટી રણનીતિ ઉપર કામ કરી રહી હોય તેવું દેખાઈ આવે છે, અમે માટે જ જો આ ત્રણેય નેતાઓ ગુજરાત કોંગ્રેસમાં સાથે મળીને ચુંટણીમાં કામ કરશે તો કોંગ્રેસ ખૂબ મજબૂત સ્થિતિમાં લડાયક બની રહેશે તો ચોક્કસ છે.