મુસાફરો ઓછા સમયમાં એક શહેરથી બીજા શહેરમાં પહોંચવા માટે ફ્લાઇટનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ શિયાળાએ પ્રભુત્વ જમાવતાં જ દિલ્હીમાં ધુમ્મસનું પ્રમાણ વધી ગયું છે અને ત્યાં ફ્લાઇટથી પહોંચવા માટે સામાન્ય કરતાં એકથી બે કલાકના વધુ સમયની ગણતરી રાખવી પડે છે.
દિલ્હીમાં ભારે ધુમ્મસને પગલે સતત ચોથા દિવસે અમદાવાદ એરપોર્ટ ખાતે અવર-જવર કરતી 15 ફ્લાઇટના શેડ્યુલ 30 મિનિટથી 3 કલાક માટે ખોરવાયા છે. અમદાવાદ-દિલ્હી વચ્ચે અવર-જવર કરતી 15 ફ્લાઇટના શેડ્યુલ ખોરવાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદ-દિલ્હીની એર ઇન્ડિયાની ફ્લાઇટ છે 18 સામાન્ય રીતે સવારે 7.10ના રવાના થઇને 8.45 પહોંચી જતી હોય છે. પરંતુ ધુમ્મસના કારણે તે મોડી પડી હતી.