સુરતના કામરેજ પાસોદરા-પાટિયા ખાતે એક તરફી પ્રેમમાં પાગલ આરોપી ફેનિલ ગોયાણી ઠંડા કલેજે સરજાહેરમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતી પર ગળાના ભાગે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી જેના પડઘા સમ્રગ ગુજરાતમાં પડ્યા હતા તેમજ કોર્ટ કાર્યવાહી દરમિયાન ફેનિલે પોતાના ગુનો ઇનકાર કર્યો હતો જેને લઇ પોલીસે વધુ પુરાવા એકત્રિત કર્યા હતા અને કોર્ટથી વધુ રિમાન્ડની માગણી કરી હતી.
આ ત્રણ મહિના બાદ આજે આ ચક્ચારી ઘટનામાં સુરત સેન્શન કોર્ટ આરોપી ફેનિલને આજે સજા સભળાવે તેવી શક્યતા છે હાલ આરોપી ફેનિલને કોર્ટમાં રજૂ કરાયો છે તેમજ સૂરક્ષાના ભાગરૂપે કોર્ટ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે આ હત્યા કેસમાં આરોપીનું 300 પાનનું નિવેદન લેવાયુ હતો અને 2500 પાનાની ચાર્જશીટ રજૂ કરાઇ છે ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં 190 માંથી 105 સાક્ષીઓની જૂબાની લેવાઇ છે આજે સજા અંગે દલીલો થશે જેમાં બચાવ પક્ષ ઓછામાં ઓછી સજાનો કરવાનો પ્રત્યન કરશે તો બીજી તરફ ફરિયાદી પક્ષ કડકમાં કડક સજા આપવાની કોર્ટ સમક્ષ માગ કરશે