મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજય, શિક્ષણ વિભાગ અને જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી,ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે નેશનલ ઇલેકશન કવીઝ-૨૦૧૭ની રાજય કક્ષાની સ્પર્ધાનું આયોજન ગાંધીનગરની સ્ટાફ ટ્રેનીંગ કોલેજ, સેકટર-૧૭ ખાતે કરવામાં આવ્યું હતું. આ કવીઝ સ્પર્ધાને અધિક મુખ્ય ચૂંટણી અધિકારી અશોક માણેક, સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એલ.એસ.પાડલીયા અને માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ આર.આઇ.પટેલના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી.
આ કવીઝ સ્પર્ધાના આરંભે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એલ.એસ.પાડલીયાએ જણાવ્યું હતું કે, ભારત દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. લોકશાહીનું જતન કરવા અને ભવિષ્યમાં આપ સર્વે સારા મતદાર બનો તેવા ઉમદા આશયથી ભારતીય ચૂંટણી પંચ દ્વારા દેશના તમામ રાજયમાં આ પ્રકારની કવીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સ્પર્ધા જિલ્લા, રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર છે.
યુવાનો દેશના ધડવૈયા છે, મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, દેશની લોકશાહી પધ્ધતિને સુર્દઢ બનાવવી ખૂબ જ જરૂરી છે. આપ સૌ જયારે ૧૮ વર્ષ પૂર્ણ કરશો તેની સાથે આપને મતદાન કરવાનો અધિકારી પ્રાપ્ત થશે. આપ સારા નાગરિકની સાથે સાથે સારા મતદાતા બનો તેવું કહી ઉમર્યું હતું કે, ૧૮ વર્ષ પૂર્ણ થતા જ આપ વાહન ચલાવવાનું લાયન્સ પ્રાપ્ત કરવા તલપાપડ થાવ છો, તેમ મતદાર કાર્ડ મેળવવાની ખાસ તકેદારી રાખો તેવું પણ ભારપૂર્વક જણાવ્યું હતું. પોતાના મતાધિકારનો ઉપયોગ ઉમેદવાર અને પક્ષ વિશે પૂર્તિ માહિતી મેળવી, દબાણ અને લોભ લાલચમાં આવ્યા વગર કરવાની અપીલ પણ કરી હતી.
આ કવીઝ સ્પર્ધામાં ૩૩ જિલ્લા અને અમદાવાદ શહેર સહિત કુલ- ૩૪ ટીમોએ ભાગ લીધો હતો. આ કવીઝ સ્પર્ધામાં કોના દ્વારા સરકારનું ભવિષ્ય નક્કી થાય છે ?, કોના સમર્થન દ્વારા સત્તા મેળવી શકાય છે ?, રાષ્ટ્રીય મતદાર દિવસ કયારે ઉજવવામાં આવે છે ?, ચૂંટણી સમયે કોના દ્રારા લોકમત જાણવા સર્વ કરવામાં આવે છે ?, આપણા દેશમાં કેવા પ્રકારની લોકશાહી સ્વીકાર્ય છે ?, ભારતમાં ચૂંટણી પ્રક્રિયાનું નિયમન કઇ સંસ્થા કરે છે ?, નોટાનું, વીવીપેટ, ઇવીએમનું પુરું નામ ?, સંસદીય લોકશાહીમાં કોણ સરકારની રચના કરે છે ?, લોકસભામાં ગુજરાતની કેટલી બેઠક છે ?, ગુજરાતમાં રાજયસભાની કેટલી બેઠક છે ?, જેવા વિવિધ પ્રશ્નો કરવામાં આવ્યા હતા.
રાજય કક્ષાની સ્પર્ધામાં પોરબંદર જિલ્લાએ પ્રથમ અને તૃતીય સ્થાન મેળવ્યું
રાજય કક્ષાની નેશનલ ઇલેકશન કવીઝ-૨૦૧૭ની સ્પર્ધામાં પ્રથમ ક્રમે પોરબંદર જિલ્લાની ભાડની સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શાંતિ કનધાભાઇ ખૂંટી, દ્રિતીય ક્રમે પાટણ જિલ્લાના રાધનપુરની અંજુમન સાર્વજનિક હાઇસ્કુલના ભટ્ટી અસ્લમખાન એ. અને તૃતીય ક્રમે પોરબંદર જિલ્લાના આદિત્યાણાની આદિત્યાણા હાઇસ્કુલના કિરણ મસરીભાઇ ખૂંટી વિજેતા બન્યા હતા.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.