પારડીમાં સરકારી લાયબ્રેરી ના લાઇબ્રેરીયન અને સેવક વયમર્યાદાને કારણે નિવૃત થયા પછી અન્ય લાઇબ્રેરીયન ની નિમણુંક ન થતા તંત્ર દ્રારા લાઇબ્રેરીની બહાર તાળું મારી બંધની નોટિસ ચોટાડી દેવાઈ છે જે અંતર્ગત સિનિયર સીટીજનોમાં નારાજગી ની લાગણી ઉઠવા પામી છે

પારડી લીમડાચોક પાસે વર્ષો જૂની સરકારી લાયબ્રેરી નો ઉપયોગ સુજ્ઞ વાચકો કરી પોતાની વાંચન ભુખ સંતોષતા હતા ઉપરાંત સિનિયર સીટીજનોપણ લાયબ્રેરીનો ખાસ ઉપયોગ કરી સમયનો સદુપયોગ કરતા હતા પરંતુ છેલ્લા એક ઊઠવાડિયાથી લાયબ્રેરી વર્ગ 3 માં આવતા કર્મચારી લાઇબ્રેરીયન બહેન તથા વર્ગ 4 માં આવતા સેવક વયમર્યાદાને કારણે નિવૃત થયા છે જે સ્થાને નવા કોઈ કર્મચારીની નિમણુંક ન થતા આ ગ્રંથાલય બંધ કરી દેવાયું છે આ ગ્રંથાલય ન અદરવાજા પર તા.31-12-2017 ના રોજ જાહેર નોટિસ લગાવી દેવાઈ છે જેમાં સરકારી કર્મચારીના અભાવના કારણે આ ગ્રંથાલય જ્યાં સુધી અન્ય કોઈ કર્મચારીની નિમણુંક ન થાય ત્યાં સુધી બંધ રહેશે તેવી ગાંધીનગર થી નોટિસ આપવામાં આવી છે જેથી દરરોજ અહીં વાચકો તથા સિનિયર સીટીજનો રોજ આંટાફેરા કરી લાયબ્રેરી ક્યારે ખુલશે તેની રાહ જોઈ રહ્યા છે અને સરકાર વિરુદ્ધ રોષ ઠાલવી રહ્યા છે જ્યાં ગુજરાતીઓમાં વાંચન ભુખ જગાડવા ‘વાંચે ગુજરાતનું રાજ્યવ્યાપી અભિયાન છેડાયું જેના સરકારી લાયબ્રેરિયન પુરા ન પાડી આજે પારડી લાયબ્રેરીના ધજાગરા ઉડવા પામ્યા હતા .