ધરમપુર તાલુકાના નાનીવાહિયાળ ગામે વહેલી પરોઢિયે એક બાંગ્લામાં ત્રાટકેલા 6 જેટલા લૂંટારુંઓ એ ઘરના સભ્યો ને બંધક બનાવી 40 તોલા સોનુ રોકડ અધિલાખ રૂપિયાની લૂંટ ચાવી ભાગી છૂટ્યા હતા જોકે તેઓ ગયાના ગણતરીની સેકન્ડમાં ઘરના સભ્યોએ પોલીસને ફોન કરતા કયું આર.ટીની ગાડી સાયરન સાથે સ્થળ પર પોહચતા લૂંટારુંઓને ઇકો કાર લઇને આંબા વાડીએથી ભાગવાની ફરજ પડી હતી.
સમીર ખાન, વલસાડ
નાનીવાહિયાલ મસ્જિદ ફળીયામાં રહેતા સલીમભાઈ એમ પઠાણના બાંગ્લા પર આજે વહેલી પરોઢિયે 3 વાગ્યાની આસપાસમાં ઇકોકારમાં આવેલ 6 જેટલા લૂંટારું સળિયા પાઇપ ચોપર જેવા હથિયાર સાથે ઘરનો મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અચાનક આવી ચડેલા બુકાની ધારી લૂંટારુંઓ ને જોતા ઘરમાં થયેલા સળવળાટને પગલે સલીમ ભાઈના પત્ની સમસાદ બેન જાગી ગયા હતા સાથે તેમનો પુત્ર સમનાન અને તેની પત્ની પણ રૂમની બહાર આવતા હિન્દી ભાષી લૂંટારું ઓએ ત્રણેને હાથ બાંધી બંધક બનાવી ઘર મેં જો ભી હે સબ દેડો નહીં તો જાન સે માર ડેંગે નું કહી ઘરના કબાટ માં રાખેલ 40 તોલા સોનુ ચાંદીના ઘરેણાં તેમજ રોકડ રકમ અધિલાખ રૂપિયાની લૂંટ ચલાવી ઘરના દરેક રૂમમાં તેઓ એ શોધખોળ કરીને પરત ઇકો કારમાં રવાના થતા જ તુરંત જ ઘરના યુવક સલમાને પોલીસને ફોન કરી દેતા કયુંઆટીની ગાડી ઘર સુધી પહાચે તે પૂર્વે લૂંટારુંઓ મુખ્ય માર્ગથી ભગવા ને સ્થાને આંબા વાડી વાળા માર્ગનો ઉપયોગ કરીને પલાયન થવામાં સફળ રહ્યા હતા નોંધનિય છે કે બુકાની માસ્ક બાંધી ને આવેલા લૂંટારું ઓ એક બીજા ના નામો મુસ્લિમ સમાજ માંથી આવતા હોય તે રીતે ઉચ્ચારતા હતા ઘટના બનતા ધરામપુર પોલિસ પોહચી સમગ્ર ઘટના ની તપાસ શરૂ કરી છે સવારે ડોગ સ્કોવડ સહિતની ટિમને પણ બોલાવવામાં આવી હતી