અમદાવાદના નરોડા વિસ્તારમાં સવારના સમયએ જી .આઇ. ડી .સી ખાતે આવેલી કેમિકલ બનાવતી સુકેમ કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી .આગને પગલે સમ્રગ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો .કંપની કેમિકલની હોવાથી જોતજોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું , જેના પગલે દૂર-દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા .આગ લાગતા લોકોના ફેકટરી પાસે ટોળેટાળો ઉમટી પડ્યા હતા .
આ ઘટનાની જાણ ફાયરબિગ્રેડને થતા ફાયરજવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ લેવા પાણીનો મારો ચલાવ્યો હતો .કંપનીમાં કામ કરતા મજૂરોની સમયસૂચકતાના કારણે સદનસીબે આગની ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી .પરંતુ આગએ એકાએકા અન્ય ફેકટરીઓને ઝપેટ લેતા ભારે નુકસાન સર્જાયો હતો આગનું લાગવાનુ કારણ હજુ પણ અકબંધ માનવામાં આવી રહ્યો છે હવે ફાયરબિગ્રેડ ફેકટરીમાં કોઇ ફાયર સેફટીના સાધનો હતા કે કેમ તે અંગે પણ તપાસ કરી રહી છે.