રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇ હવે ગણતરીના મહિનો બાકી રહ્યા છે તેના પગલે તમામ રાજકીય પક્ષો એકશન મોડમાં જોવા મળી રહ્યા છે. આ વખતે ગુજરાતના રાજકારણમાં ત્રિપાંખિયા જંગ ખેલાશે તે પહેલ તમામ પાર્ટીઓ દ્ઘાર પ્રચાર પ્રસાર પ્રક્રિયા પણ આરંભી દીધી છે.
આ વચ્ચે એક તરફ ગુજરાત 150 પ્લસ કરવા બેઠક લાવવાનો દાવો કરી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ડૉ રઘુશર્મા 125 બેઠકો પર જીત મેળવાનો દાવો કરી રહ્યા છે. તો ત્રીજી તરફ આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ગોપાલા ઇટાલિયા 60થી 70 પર હાલ જીત મેળવાના દાવો કરી રહ્યા છે. આજે ડાકોરમાં ઠાકોરના દર્શન કરવા આવેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ડૉ રઘુશર્મા ચૂંટણીને લઇ મોટો દાવો કર્યો છે. તેમા તેમણે જણાવ્યુ કે 2022માં ગાંધીનગરમાં કોંગ્રેસનો ઝંડો લહેરાશે 27 વર્ષ બાદ ગુજરાતમાંથી ભાજપ મુક્ત થશે એક તરફ કોંગ્રેસમાં એક સાંધે તેર તૂટી જેવી સ્થિતિનું નિર્માણ થયો છે. અને બીજી તરફ સંગઠન પ્રભારી અવનાવા દાવોઓ કરી રહ્યા છે જેને લઇ અનેક તર્ક વિર્તક થઇ રહ્યા છે. કોંગ્રેસ તૂટતી હોવાને લઇ રઘુ શર્મા નિવેદન આપ્યુ હતુ કે આવવા જવાનુ તો ચાલતો રહેશે કોંગ્રેસની વિચારધારા વિરોધી લોકો બીજે જઇ રહ્યા છે ભાજપની લાલચ આપતી હોવાથી બધા જાય છે.
