ગતરોજ અમદાવાદના વૈષ્ણદેવી સર્કલ પાસે આવેલા શ્રી શક્તિ કોનેવેન્શન સેન્ટર ખાતે ગુજરાત ચેમ્બર્સ ટેકસટાઇલ લીડરશીપ કોમ્પ્યુનેશન દ્ઘારા (GCCI) 2022 ઉધોગ ક્ષેત્રે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમના મુખ્ય મેહમાન તરીકે રાજ્ય કક્ષાના ટેકસટાઇલ અને રેલ્વે મંત્રી દર્શનાબેન જરદોશ, રાજ્યકક્ષાના કાપડ મંત્રી જગદીશ વિશ્વકર્મા પંચાલ, ટેકસટાઇલ વિભાગના કમિશનર રૂપ રાશિ મહાપુત્ર ,ઈન્ડસ્ટ્રીઝ વિભાગના કમિશ્નર રાહુલ ગુપ્તા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
જેમા દર્શનાબેન જરદોશએ પત્રકાર પરિસદને સંબોધતા જણાવ્યુ હતુ કે હાલ કાપડ ક્ષેત્ર ગુજરાત વિશ્વફલક પર વિકસી રહ્યું છે તે દરમિયાન કાપડ ઉધોગોમાં આવતી સમસ્યા લઇ તેમણે વેપારી મંડળ સાથે વાતચીત કરીને તેનું સમાધાન લાવ્યા છે અને હજુ પણ બીજી સમસ્યાઓનનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને કાપડ ક્ષેત્રે ગુજરાતને દેશ સહિત વિદેશમાં એક નવી ઓળખ અને માર્કેટ આપવા સંકલ્પબદ્ઘ છે. હાલ ‘આઝાદી અમૃત મહોત્સવ ‘સમ્રગ દેશમાં ઉજવાઇ રહ્યો છે. કાપડ ઉદ્યોગમાં સરકારની યોજનાઓથી જો કોઈ ખુશ હોય તો તે છે તે ટેક્સટાઇલ ઉધોગ . વધુમાં દર્શનાબેને જણાવ્યું હતું કે ટેક્સટાઇલ ઉધોગમાં વાર્ષિક 400 બિલિયન ડોલર નિકાસ કરવાનો ટાર્ગેટ કોમર્શિયલ ઇન્ડ્રસ્ટ્રીઝનો હતો તે વેપારી મંડળ અને સરકારના પ્રયાસો થી સફળ રહ્યો છે. ટેકસ્ટાઇલને ઉધોગ વૈશ્વિકફલકના લઇ તેઓ કટિબદ્ધ છે એવું તેમણે જણાવ્યું .
ટફની યોજનાને લઇ શું કહ્યુ દર્શનાબેન જરદોશએ ?
ટફની યોજનાએ જે ખૂબ જુની છે. અને કેટલીક યોજનાઓ એવી હોય જેના પરિણામ સારા નથી ,2009થી 2014 ટફની સ્કિમમાં અનેક ગોટાળાઓ થયા જેના સુધારાવાનું કામ તેમણે કર્યુ છે નવી ટફની સ્કિમમાં આવી ત્યારે નવી મશિનરીઓ ,વિકસાવી સાથે સાથે ઝડપથી વધી રહેલી ટેકનોલોજીને પગલે નવો અપગ્રેશન લાવ્યા છે. આ ટફની સ્કિમમાં 70થી વધુ બેન્કો જોડાયેલી છે. પહેલા ટફની સ્કિમ ખાનગી હતી હવે તેઓનું નેતૃત્વ ટેકસટાઇલ મંત્રાલય કરી રહ્યા છે .ટફની સ્કિમને ફરી લાગુ કરવા વાણિજ્યક મંત્રી પીયુષ ગોયેલ સાથે તેમણે ઘણી ચર્ચાઓ કરી તમામ ડોક્યુમેન્ટ સાથે તેને ફરી લાગુ કરી છે. ટફની યોજનાને 90 ટકા જેટલી કિલયિર કરવાની કામગીરી થઈ ચુકી છે.