વાડજ પોલીસ સ્ટેશનના પી.આઈ તેમજ પોલીસ કર્મચારીઓ ની ખુલ્લેઆમ દાદાગીરી….એક તરફી વલણ આચરવામાં શું કોય મોટો વહીવટ થયેલ હશે ??…
વિગત એવી છે કે પત્ની એના પતિ ના ઘરેથી તારીખ:૧૬/૦૪/૨૦૨૨ ના રોજ નિકળી ગયેલ તે પણ પત્ની ની રાજીખુશીથી નોટરી સમક્ષ છુટાછેડા લીધા બાદ….
જ્યારે હવે પત્ની એ અરજી કરી કે તારીખ:૧૬/૦૪/૨૦૨૨ ના રોજ મારીને કાઢી મૂકી.સ્વભાવિક છે કે આટલો સમય વિતી ગયા બાદ અરજી થવાનું કારણ એક જ કારણ માનવામાં આવે કે કોયની ચડાવણી ને કારણે આવી અરજી કરવામાં આવી હોય ?? અને વાડજ પોલીસ સ્ટેશનમાં બિરાજમાન પી.આઈએ કે પોલીસ કર્મચારીઓ એ યોગ્ય તપાસ કર્યા વગર જ એક તરફી વલણ રાખીને એક નિર્દોષ માણસ ને ચાલુ ધંધા ઉપરથી ઉઠાવી લાવીને તેના ઉપર કલમ ૧૫૧ કરીને લોકોમાં નાખી દીધો હતો..
વાડજ પોલીસ સ્ટેશનમાં બિરાજમાન પી.આઈ ને કે પોલીસ કર્મચારીઓ ને એ જાણકારી નથી કે કલમ ૧૫૧ ક્યારે કરી શકાય ?? જ્યારે પત્ની એ એની ઈચ્છા મરજી થી છુટાછેડા નોટરી સમક્ષ લઈને જતી રહી હોય અને જ્યારે પતિ – પત્ની એક સાથે રહેતા જ ના હોય તો શુલેહ શાંતિ નો ભંગ થવાની કલમ ૧૫૧ લગાવી ને કઈ રીતે લોકપ માં નાખી શકાય ??
પતિ-પત્ની એક સાથે રહેતા જ ના હોય તો શુલેહ શાંતિ નો ભંગ થવાની શક્યતા રહેતી જ ના હોય ને…
સ્પષ્ટ દેખાય આવે છે કે વાડજ પોલીસ સ્ટેશનમાં બિરાજમાન પી.આઈ અને પોલીસ કર્મચારીઓ ની ખુલ્લેઆમ દાદાગીરી…આડોસી પાડોસી ને પુછ્યા વગર તેમજ કરેલ અરજી માં કેટલું સત્ય છે તે વિષયમાં યોગ્ય તપાસ કર્યા વગર જ કોય પણ નિર્દોષ માણસને જેલમાં નાખી દેવાય છે.