સાજીદ શેખ ઉર્ફે સાજીદ લાલા એમડીની કંડલા ડ્રગ્સ કેસમાં સંડોવણીની આશનકા…
સાજીદ એમડી શહેરના ડ્રગ્સ પેડરોને હોલસેલના ભાવે ડ્રગ્સ આપતો હતો….
ઝીશાના ઉર્ફે દત્તા પાવલે રઈસ ફિલમની જેમ નાના બાળકો પાસે સ્કૂલ બેગમાં ડ્રગ્સ પેડલિંગ કરાવે છે
ગુજરાત રાજ્ય સહિત અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાંથી ફરી ક્રાઇમ બ્રાન્ચ અને SOG એ એમડી ડ્રગ્સ માફિયાઓ સામે લાલ આંખ કરી છે ત્યારે અમદાવાદ શહેરમાં ફરી એમડી ડ્રગ્સ માફિયાઓ એક્ટિવ થયા છે.. અમદાવાદના સરખેજ જુહાપુરા એસજી હાઇવે દાણીલીમડા શાહપુર શાહઆલમ મણિનગર કાંકરિયા જમાલપુર દરિયાપુરમાં ફરી એમડી ડ્રગ્સ માફિયાઓ એક્ટિવ થયા છે.. ગત બે દિવસ અગાઉ કંડલા પોર્ટ પરથી ઝડપી પાડવામાં આવેલો કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે 9 પાકિસ્તાનઓની ધરપકડ કરવામાં આવી છે.. તયારે આ સમગ્ર કેસની તપાસ હાલ સેન્ટ્રલ એજન્સીઓ અને ગુજરાત ATS દ્વારા કરવામાં આવી રહી છે.ત્યારે આ કરોડોના ડ્રગ્સ કેસમાં અમદાવાદ કનેકશન પણ સામે આવ્યું છે..
કંડલામાંથી ઝડપી પાડવામાં આવેલા ડ્રગ્સ કારટ્રેલમાં સરખેજ જુહાપુરાનો સાજીદ શેખ ઉર્ફે સાજીદ એમડીની સંડોવણી સામે આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને ધીમે પગલે સાજીદ મામલે તપાસ એજન્સીઓ હાલ તપાસ કરી રહી છે.. સાજીદ એમડી અગાઉ જુહાપુરામાં નદીમ સૈયદ હત્યા કેસમાં જેલની હવા ખાઈ ચુક્યો છે અને હાલ નદીમ સૈયદ હત્યા કેસમાં નિર્દોષ છૂટી ગયો છે.અમદાવાદ શહેરમાં અન્ડર ગરાઉન્ડ રહીને સાજીદ એમડી પોતાનો ડ્રગ્સનો કારોબાર ચલાવી રહ્યો છે.સાજીદ એમડી ડ્રગ્સની હોલસેલ વેપાર કરે છે અને તે અમદાવાદ શહેરના ડ્રગ્સ ડિલરોને ડ્રગ્સ સપ્લાય કરે છે.સાજીદ લોકડાઉન દરમીયાન હથિયારના કેસના ઝડપાઇ ચુક્યો છે.. સાજીદ છેલ્લા 5 વર્ષથી એમડી ડ્રગ્સનો વેપલો ચલાવી રહ્યો છે અને તે પણ અમદાવાદ શહેરની નાક નીચે..સાજીદ પર સરખેજ જુહાપુરાના પૂર્વ ગેંગસ્ટના ચાર હાથ હોવાનું પણ લોક ચર્ચા છે…સાજીદ એક વર્ષ અગાઉ તેના વિરોધીની હત્યા કરવા માટે ગુજરાત બહારથી શાર્પ શૂટરો પણ બોલાવ્યા હતા પણ સાજીદના વિરોધીને તેની હત્યા અંગેની જાણ થઈ જતા તેણે સ્થાનિક પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓને જાણ અને અરજી કરી હતી..જેથી શાર્પ શૂટરો અમદાવાદ થી ભાગી ગયા હતા..
સાજીદ એમડી દાણીલીમડાના ડ્રગ્સના ડીલર ઝીશાન મેમણ ઉર્ફે દત્તા પાવલેને પણ ડ્રગ્સ સપ્લાય કરતો હોવાનું હાલ સામે આવ્યું છે.. દત્તા પાવલેને ચાર દિવસ અગાઉ જ દાણીલીમડાના સ્થાનિકોએ એમડી ડ્રગ્સ વેચવા મામલે ઢોર માર માર્યો છે અને આ બનાવ અંગે દત્તાએ દાણીલીમડા પોલીસ મથકે ત્રણ લોકો સામે ફરીયાદ પણ નોંધાવી છે..દત્તા પાવલે પાસે 5 થી 6 નાના નાના માસૂમ બાળકો છે. પેહલા દત્તા પાવલે આ 15 થી 16 વર્ષના સગીર બાળકોને મફતમાં એમડી ડ્રગ્સના રવાડે ચડાવે છે અને ત્યારબાદ તે આ નાના બાળકો પાસે સ્કૂલ બેગમાં ડ્રગ્સ સપ્લાય કરાવે છે.. દત્તાના ચુન્ગલમાંથી છૂટેલા એક સગીરે દત્તા વિરુદ્ધ વીડિયો પણ સોસીયલ મીડીયામાં વાયરલ કર્યો છે અને દત્તા પર આક્ષેપ કર્યો છે કે દત્તા તેને પેહલા મફતમાં એમડી ડ્રગ્સની લત પર ચડાવ્યો અને ત્યારબાદ તેને ડ્રગ્સની લત નાખી તેના પાસે સ્કૂલ બેગમાં દાણીલીમડા શાહઆલમ મણિનગર કાંકરિયા અને એસજી હાઇવે સુધી ડ્રગ્સ પેડલિંગ કરાવતો હતો..