બેંગકોકમાં લીલક્સ હોસ્પિટલમાં કેટલાક મહિના પહેલાથી મહિલાઓની વજાઇના ગોરી કરવા માટેની સર્વિસ શરૂ કરવામાં આવી છે. હવે અહીંયા દર મહિને લગભગ 100 પુરુષો પણ પોતાના ગુપ્તાંગને ગોરા કરવા માટે ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે. વજાઇના ગોરી કરવાની સર્વિસ શરૂ કર્યા પછી પુરુષોમાં પોતાના ગુપ્તાંગને ગોરા કરવા માટે પણ સવાલ કરવા લાગ્યા હતા. હોસ્પિટલના લોકોએ પુરુષોનો રસ જોઇને આ સર્વિસ શરૂ કરી દીધી છે.
હોસ્પિટલની તરફથી આ સર્વિસની જાણકારી ફેસબુક પર આપવામાં આવી છે અને આ પોસ્ટ વાયરલ થઇ રહી છે. હવે થાઇલેન્ડની સરકાર લોકોમાં આ ટ્રીટમેન્ટના જોખમો વિશે જાણકારી આપી છે. અન્ય એશિયાઇ દેશોની જેમ થાઇલેન્ડમાં પણ લોકો ગોરો દેખાવવા માટે પ્રયત્ન કરે છે, અને કાળા લોકોને નીમ્ન માનવાનું ચલણ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લીલક્સ હોસ્પિટલ બૉડી વ્હાઇટનિંગ માટે પણ જાણીતી છે. લેઝર વ્હાઇટનિંગની મદદથી પુરષોના ગુપ્તાંગને ગોરા કરવાનો હોસ્પિટલે દાવો કર્યો છે. સ્કિન એન્ડ લેઝર ડિપાર્ટમેન્ટના એક મેનેજરે કહ્યુ કે, હોસ્પિટલ આ ટ્રીટમેન્ટ માટે સતર્ક રહે છે, કેમકે આ પાર્ટ બૉડીનો સેન્સિટિવ પાર્ટ છે.
તેમણે કહ્યુ કે, મોટેભાગે ક્લાઇન્ટ 22-55 વર્ષની ઉંમરના હોય છે. જેમાં એલજીબીટી કમ્યૂનિટીના લોકો પણ શામેલ હોસ્પિટલે છેલ્લાં વર્ષે 3ડી વજાઇના નામની સર્વિસ શરૂ કરી હતી, જેને લઇને ઘણો વિવાદ થયો હતો. હોસ્પિટલ વ્હાઇટિંગ સર્વિસ માટે લગભગ 41000 રૂપિયા ચાર્જ કરે છે, આ દરમિયાન 5 સેશન હોય છે.