એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ચીન સ્થિત Xiaomi ગ્રૂપની સંપૂર્ણ માલિકીની પેટાકંપની Xiaomi Technology India Pvt Ltd સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ મોટી કાર્યવાહી કરી છે. EDએ કંપનીની રૂ. 5551.27 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.
કેન્દ્રીય એજન્સીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં કંપની દ્વારા કરાયેલા ગેરકાયદેસર વ્યવહારોના સંબંધમાં આ કાર્યવાહી કરી છે. EDએ શનિવારે કહ્યું કે 5551.27 કરોડ રૂપિયાની જપ્ત રકમ Xiaomi ટેકનોલોજી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના બેંક ખાતામાં પડેલી છે. જેણે 2014માં ભારતમાં પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો અને 2015માં અહીંથી પૈસા મોકલવાનું શરૂ કર્યું હતું.