સુરત શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી ચેઇન સ્નેચિંગના બનાવો બની રહ્યા હતા જેને લઈને પોલીસ દ્વારા સ્પેશ્યલ સ્ક્વોડ પણ બનાવવામાં આવી હતી અને આખરે પોલીસને આ ગેંગ પકડવામાં સફળતા મળી છે સુરત ક્રાઈમબ્રાન્ચે બે ચેઇન સનેચરોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે પોલીસની પૂછપરછમાં સુરતના 5 અને રાજકોટના 1 ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે. પોલીસની પકડમાં ઉભેલા આ બંને ઇસમોના નામ છે સુરજ ઉર્ફે નંદુ દયાશંકરસિંગ તેમજ રાજ ઉર્ફે રાજ માલિયા વિકાસ પાંડા આ બંને ઇસમોની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી પુછપરછ કરી તો ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી આ બંને ઈસમોએ એક નહીં બે નહીં પરંતુ સુરતમાં 5 જ્યારે રાજકોટમાં 1 ચેઇન સ્નેચિંગની ઘટનાને અંજામ આપ્યો હતો પોલીસે બંને ઇસમોની ધરપકડ કરી ચેઇન તેમજ એક બાઇક મળી કુલ 83 હજારની મત્તા કબ્જે કરી હતી
ઝડપાયેલો સૂરજ ઉર્ફે નંદુ સુરત શહેરમાં 9 ચેઇન સ્નેચીગ તેમજ રાજકોટમાં 3 ચેઇન સ્નેચીગના ગુનાને અંજામ આપી ચુક્યો છે હાલ પોલીસે બંને ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે પોલીસ તપાસમાં આરોપીઓ પાસેથી વધુ ગુના ઉકેલાય તેવી શક્યતાઓ પણ હાલ પોલીસે સેવી છે.