સુરતની સૂરત બદલવાં માટે મ્યુનિસિપલ કોર્પોરેશન મથી રહી છે. ઠેરઠેર ફ્લાયઓવર બનાવવામાં અાવી રહ્યા છે, મકાનો સુંદર કરવામાં અાવી રહ્યા છે. પરંતુ સુરતનો બિલ્ડર તારીક કાજી સુરતની સૂરત બગાડવામાં જાણે નેમ લઈને બેઠો હોય એમ લાગે છે.
સુરતના ગરીબ અને મધ્યમવર્ગના વિસ્તાર નાગોરીવાડ, રામપૂરા લોહારપૂર અને નારવાડમાં નાગની જેમ ફેણ ચઢાવીને બેઠેલા કાઝીએ અાડેઘડ બાંધકામ શરૂ કરી સુરતની સૂરત ખરાબ કરવાનું શરૂ કર્યું છે.
ચૂંટણી પહેલા રાજકારણીઓના મોઢા બંધ કરવા ઢગલાબંધ રૂપિયા વેરનાર કાઝી એ અચાનક જ નાની અને સાંકડીગલીઓમાં ફ્લેટ બાંધવાનું શરૂ કર્યું છે. અહીના મધ્યમવર્ગના લોકોને સસ્તામાં મકાન અાપવાની લાલચ અાપી અેણે ગેરકાયદે મકાન બાંધવા માંડ્યા છે.
વિધાનસભાની ચૂંટણી પહેલાં અેણે શરૂ કરેલા અા બાંધકામ વખતે અહીંના ગરીબ અને મધ્યમવર્ગના લોકોને માત્ર 15 લાખમાં ફ્લેટ અાપવાનું સપનું દેખાડી પૈસા ઉભા કરવાનું શરૂ કર્યું. પૈસા અાવતા અેણે પહેલાતો મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને લાખ્ખો રૂપિયા ખવડાવી ત્રણમાળની પરમીશન લઈ લીધી, ચૂંટણી પહેલાં નેતાઓ અને ઓફીસરોને પૈસા અાપી ત્રણમાળના ફ્લેટની પરમીશન લીધી પણ છ માળના ફ્લેટ બનાવવાનું શરૂ કરી દીધા.
પીલ્લર પર શરૂ થયેલાં અા ફ્લેટનું કામ અેટલી ઝડપથી શરૂ કર્યું કે કોઈ પણ વ્યક્તિ મ્હોમાં અાંગળા નાંખી જાય અેણે નિયમ પ્રમાણે અેક ફ્લેટ બાંધતી વખતે ઘાબુ ચણાય અેટલે 22 દિવસ પાણી પીવડાવાય અેને મજબૂત કરવું પડે પરંતુ નિયમો ને ગજવામાં મુકી કાજીએ ફટાફટ મકાન બાંધવાના શરૂ કર્યા. 45 ફૂટથી નાના રસ્તાઓની અાસપાસ છ માળના મકાન બાંધી શકાય પરંતુ કાજીએ અા મકાન બાંધી દીધા છે જેથી સસ્તા ભાવે મકાન બને અને અેને નફો મળે જો સમય જવા દે તો અેનો નફો ઘટે એમ હોવાથી લોકોની સલામતિ સાથે કરી રહ્યો છે. સુરતમાં 90ના દાયકામા અાવીજ રીતે બનેલી ગેરકાયદે ઈમારત ધરાશયી થઈ ત્યારે કેયલાંય લોકોના મોત થયાં હતા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને ઇતિહાસ (તવારીખ) જોઈ નવા નિયમો બનાવ્યા હતા પરંતુ કોર્પોરેશનના કરપ્શનને કારણે કાજીને કાંઈ થતું નથી અેટલેજ અહી કાજી પાસેથી ફ્લેટ ખરીદનાર સામાન્ય માણસ હવે મુંઝાય છે કારણકે અહીંનું કોર્પોરેશન કાજીના કરપ્શનથી થયેલાં અેઈડ્સથી પીડાય છે.
(કાજીના વધુ ગોરખધંધા વાંચો અાવતી કાલે)