આધાર ડેટાની સુરક્ષા મજબૂત કરવા માટે આધાર ઓથોરીટી યુઆઇડીએઆઇ દ્વારા તૈયારીઓ પૂર્ણ થયેલ છે. જ્યાં પણ તમને Aadhaar આપવા માટે જરૂર પડશે, ત્યાં તમે તમારી વર્ચ્યુઅલ આઈડી અાપી શકશો.આ રીતે તમારા આધાર નંબર અને અન્ય ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. વર્ચ્યુઅલ આઇડીની સુવિધા1 માર્ચથી શરૂ થઈ જશે. જો કે 1 જુનથી તમામ એજન્સીઓ માટે ફરજિયાત છે કે તે વર્ચ્યુઅલ આઇડી સ્વીકારે. અમે તમને જણાવીશું કે કેવી રીતે વર્ચ્યુઅલ ID કાર્ય કરે છે અને કેવી રીતે તમે તેને પોતે બનાવી શકો છો.
શું છે વર્ચ્યુઅલ ID: વર્ચ્યુઅલ આઇડી આધાર નંબરની જેમ જ એક સંખ્યાઓનો સમૂહ છે. આધાર સંખ્યા જ્યાં 12 અંકની થાય છે ત્યાં વર્ચ્યુઅલ આઇડી 16 અંકોની સંખ્યા હશે.
કેટલો વખત સક્રિય કરી શકાશે, વર્ચ્યુઅલ IDને તમે અસંખ્ય વખત જનરેટ કરી શકો છો. આ ID માત્ર થોડા સમય માટે જ માન્ય રહેશે. આ IDનો ખોટો ઉપયોગ ટાળી શકાશે.
અાવી રીતે થશે જનરેરેટ: વર્ચ્યુઅલ ID ને આપમેળે જનરેટ કરી શકાશે, આ માટે તમે યુઆઇડીએઆઈની વેબસાઇટ પર જાઓ અહીં એક નવી ટેબ આવે છે, જેના દ્વારા તમે દરેક કાર્ય માટે એક નવું વર્ચ્યુઅલ ID બનાવી શકો છો.
કેવી રીતે કરશો તેનો ઉપયોગ: વર્ચ્યુઅલ ID જનરેટ કર્યા પછી જ્યાં પણ તમારે આધાર ડિટેલ અાપવાની છે, ત્યાં આ IDને આપો. જયારે તમે આ IDને આગળ ધપાવશે, ત્યારે તે તેની મદદથી આધાર સાથે જોડાયેલા કામ કરશે.
આ છે ફાયદો વર્ચ્યુઅલ IDથી એજન્સીઓને તમારા આધારની પૂર્ણ વિગતો ઍક્સેસ નથી મળતી. આથી તે માત્ર એટલી જ માહિતીને જોઈ શકશે જે તેમના માટે જરૂરી છે અામ Aadhaarનો ડેટા ખુબજ સિક્યોર થઈ જશે.
મર્યાદિત કેવાયસી: વર્ચ્યુઅલ IDની વ્યવસ્થા પછીથી દરેક એજન્સી આધાર વેરિફિકેશનની કામગીરી સરળતાથી અને પેપરલેસ રીતે કરી શકશે.બે શ્રેણીઓમાં વહેંચણી કરાશે એજન્સીઓની: યુઆઇડીએઆઈ બધા એજન્સીઓને બે શ્રેણીમા વહેંચશે. આમાં એક સ્થાનિક અને બીજી વૈશ્વિક શ્રેણી હશે. આમાંથી માત્ર વૈશ્વિક એજન્સીઓને આધાર નંબર સાથે ઇકેઈસીની ઍક્સેસ હશે ત્યાં, બીજી બાજુ સ્થાનિક એજન્સીઓને મર્યાદિત કેવાયસીની સુવિધા મળશે.
ટોકન જાહેર કરાશે: જણાવાયું છે કે યુઆઇડીએઆઇ દરેક આધાર નંબર માટે એક ટોકન રજૂ કરશે. આ ટોકનની મદદથી જ એજન્સીઓ આધાર ડિટેલને વેરીફાઈ કરી શકશે. આ ટોકન નંબર દરેક આધાર નંબર માટે અલગ અલગ હશે આ ટોકન સ્થાનિક એજન્સીઓને આપવામાં આવશે.
આધાર સલામતીને લઈને ઉઠાવાયા પગલાં: આધારની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ પગલું તે ઘટના પછી ઉઠાવવામાં આવ્યું છે, જેમાં આધાર કાર્ડથી જોડાયેલ માહિતી ચોરી થવાની વાત આગળ આવી છે.થોડા સમય પહેલા અાધાર સાથે જોડાયેલી માહિતીને સરળતાથી મેળવી શકાય છે તેવી વાત ,સામે અાવતા સાવચેતીના પગલે વર્ચ્યુઅલ ID બનાવવામાં અાવ્યું છે.