ગુજરાતમાંં 2005માંં રાજસ્થાના કુખ્યાત શૌહરાબદ્દીન શેખનું ગુજરાત એટીએસ દ્વારા બનાવટી એકાઉન્ટર કરવામાં આવ્યું હતું આ કેસમાં 2010માંં સીબીઆઇ દ્વારા અમિત શાહની ધરપકડ કરવામાં આવી હતી, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આ કેસ મુંબઇ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો પરંતુ આ કેસ સાંંભળી રહેલા જજ બી એચ લોયાનું શંકાસ્પદ સંજોગોમાંં મોત નિપજ્યુ હતું.
2014માં જજના થયેલા શંકાસ્પદ મોત અંગે સુપ્રીમ કોર્ટમાં વકીલ અનિતા શીનોય દ્વારા જાહેરહિતની અરજી કરી જજ લોયાના મોતની સ્વતંત્ર તપાસ કરવાની માંગણી કરી હતી કે ત્રણ જજની બેંચ તેમની દાદને સાંભળે અને તેના ઉપર નિર્ણય લેવામાંં આવે, સુપ્રિમ કોરેટમાં ગુરૂવારના રોજ અરજીની સુનવણી થતાં મુખ્ય ન્યાયમુર્તિ દિપક મીશ્રાએ અરજદારને જણાવ્યું હતુ કે તેઓ શુક્રવારના રોજ આ કેસને સંભાળશે.