ચાઈના ટેક્નૉલૉજી કંપની હુઅાવેની સહાયક સ્માર્ટફોન મેકર Honor ભારતમાં એક સ્માર્ટ ફોન લોન્ચ કર્યો છે જે આ સેગ્મેંટનો બીજા સ્માર્ટફોનથી ખુબજ આગળ છે.મેટલનો સ્માર્ટફોન છે બિલ્ડ ક્વોલિટી અને ભવ્ય અને સોલિડ છે.આ દરેક એંગલથી તમને પ્રીમિયમ સ્માર્ટફોનનો અનુભવ આપે છે. આ ફોન હાથ માંથી સ્લીપ થતો નથી તમે તેને કવર વીની પણ આરામથી ઉપયોગ કરી શકો છો.
જમણી બાજુએ વોલ્યુમ રોકર અને લૉક કી છે, જ્યારે ડાબી તરફ તમને સિમ ટ્રે મળે છે. નીચેનાં USB Type C જેક, 3.2mm હેડફોન જેક અને સ્પીકર ગ્રિલ મળે છે. સ્માર્ટફોનની ટોપ એઝ પર એક સેન્સર આપ્યું છે તેની બાજુમાં માઇક્રોફોન માટે હૉલ આપવામાં આવ્યો છે.
નીચેની બાજુ પણ માઇક્રોફોનનું સ્થાન આપવામાં આવ્યું છે 18: 9 એસ્પેક્ટ રેશિયો હોવા છતાં ફિંગરપ્રિન્ટ સ્કેનરને ફ્રન્ટમાં રાખવામાં આવ્યુ છે, જ્યારે આવા સ્માર્ટફોનમાં હવે રીઅર ફિંગરપ્રિન્ટ સ્કેનર મળી રહે છે.
Honor View 10 में Huawei Kirin 970 ઓક્ટોકોર પ્રોસેસર અાપવામાં અાવ્યુ છે.ખાસ બાબત એ છે કે આ પ્રોસેસરમાં ન્યૂરલ નેટવર્ક પ્રોસેસિંગ યુનિટ એટલે કે NPU છે. કંપનીએ જણાવ્યું છે કે આ ખાસ એકમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડાયેલ લક્ષણને મેનેજ કરવા માટે છે. તેમાં 6 GB રેમ સાથે 128 GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. કારણ કે આ સ્માર્ટફોનમાં કંપનીએ Android Oreo બેસ્ડ EMIUI 8 આપ્યુ છે જેના કારણે તેના પરફોર્મન્સ અને યુઝર ઇન્ટરફેસ પણ વધુ સારા છે. મલ્ટીટાસ્કીંગ હોય કે અેક એપ પરથી બીજા પર જવાનું અા સ્માર્ટફોન ખુબજ સ્મૂથ ચાલે છે.
ડિસ્પ્લે સાઈઝ 5.99 ઇંચનું છે અને તેનું રિઝોલ્યુશન 2160X1080p છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.