[slideshow_deploy id=’26306′]ભારતના ઈતિહાસમાં પહેલીવાર અેવું બન્યું છે કે સુપ્રિમકોર્ટના જજને બહાર અાવી પોતાની લાચારી વ્યક્ત કરવી પડી હોય.
સુપ્રિમકોર્ટના ચાર જજ જસ્ટીસ ચેલેશ્વર, જસ્ટીસ રંજન ગોગાઈ,જસ્ટીસ મદન લોકુર, અને જસ્ટીસ કુરિયન જોસેફે દેશમાં પહેલીવાર પત્રકાર પરિષદ યોજી સુપ્રિમકોર્ટના જસ્ટીસ તરીકે પોતાની લાચારી વ્યક્ત કરતાં કહ્યું હતુ કે દેશની કોર્ટમાં એડમીનીસ્ટ્રેશન બરાબર કામ કરી નથી રહ્યું અા ચારેય જસ્ટીસે પહેલીવાર પોતાનો પ્રોટોકોલ તોડી પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે, અમે સુપ્રિમકોર્ટના ચીફ જસ્ટીસને અેક પત્ર લખીને જણાવ્યું છે કે અા દેશમાં ન્યાયતંત્રનું એડમીનીસ્ટ્રેશન ખાડે ગયું છે. જે દેશની લોકશાહી માટે ખતરનાક છે અા ચારેય જજે કહ્યું કે ન્યાયતંત્રને ચલાવવા માટે જસ્ટીસને ઘણી મુશ્કેલીઓ અાવે છે. અા અંગે ચીફ જસ્ટીસ અોફ સુપ્રિમકોર્ટને અમે સાત પાનાઓનો લેટર લખ્યો છે. જેમાં તમામ તકલીફો વિષે જણાવ્યું છે, જો એ દૂર નહી થાય તો ન્યાયતંત્ર તો ખતરામાં રહેશે જ પણ લોકશાહી પણ ખતરામાં પડી શકે એમ છે. માટે સુપ્રિમકોર્ટના ચીફ જસ્ટીસે અા અંગે તાત્કાલીક પગલાં ભરવાં જોઈએ.
કોણ છે અા ચાર જસ્ટીસ
1) જસ્ટીસ ચેલેશ્વર અાંધ્રમાં જન્મેલા છે અને ગુવાહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટીસ રહી ચુક્યા છે અેમણે ઇલેક્ટ્રોનીક સંદેશા અને ઈ-મેઈલથી કોઈને પરેશાની થાયતો તેની ધરપકડ કરવાનો ઐતિહાસીક ચુકાદો અાપ્યો હતો.
2) જસ્ટીસ રંજન ગોગાઈ પંજાબ હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ હતા અને તેમણે સરકારી જાહેરાતોમાં રાજ્યપાલ મુખ્યમંત્રી અને મંત્રીઓની તસ્વીર મુકવા પર ઐતિહાસિક ચુકાદો અાપ્યો હતો.
3) જસ્ટીસ મદન લોકુરગુવાહટી અને અાંધ્રપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ રહી ચુક્યા છે અને તેમણે ડિવોર્સ લીધા વગર અલગ રહેતી પત્નીને ભરણપોષણ અાપવાનો ઐતિહાસિક ચુકાદો અાપ્યો હતો.
4) જસ્ટીસ કુરિયન જોસેફ હિમાલય હાઈકોર્ટના ચીફ જસ્ટીસ રહી ચુક્યા છે એમણે તીનતલાકને ગેરકાયદે ગણવાની પાંચ જસ્ટીસની પેનલ પૈકીના એક હતા.
અાવા ઐતિહાસિક ચુકાદાઓ અાપનાર અા ચારેય જજનું કહેવું છે કે અા પ્રકારે વિરોધ નહી કરાય તો 20 વર્ષ પછી દેશની જનતા એમને ક્યારેય માફ નહી કરે માટે ન્યાયતંત્રમાં સુધારા લાવવા પડશે.
એશિયામાં પાકિસ્તાન પછી ભારત બીજો એવો દેશ છે કે જ્યાં ન્યાયતંત્ર એ વહિવટી તંત્ર સામે અવાજ ઉઠાવ્યો હોય. સુપ્રિમકોર્ટના જસ્ટીસ દ્વારા ઉઠાવાયેલા સવાલો ને ગંભીરતાથી નહી લેવાય તો તેની સીધી અસર નીચેની કોર્ટ પર પડે તો નવાઈ નહી.