ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે.જેને લઇ તમામ રાજ્કીય પક્ષો દ્ઘારા ચૂંટણીને લઇ પુરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે.ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી બાદ ગુજરાતના રાજકારણમાં ઝંપલાવનાર AIMIM પાર્ટી પણ સક્રિય બની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જુદા-જુદા જિલ્લાઓમાં સીટ મેળવ્યા હતા છેલ્લા કેટલાક સમયથી રાજકારણમાં નિષ્ક્રિય રહેલી AIMIM પાર્ટી વિધાનસભાની ચૂંટણી જોતા સક્રિય બની છે. જેને લઇ ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવા આગામી દિવસોમાં AIMIM સુપ્રિમો અસદદ્દીન ઐૌવેસી ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેને લઇ અસદદ્દીન ઓવૈસીના ગુજરાત પ્રવાસને લઇ ભાજપે વાંધો ઉઠાવ્યો છે ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપ વાઘેલાએ અસદદ્દીન ઐવેસી પર નિશાનો સંઘાતા ઔવેસી દેશ તોડી રહ્યા હોવાનો સણસણતા આરોપ કર્યા હતા અસદદ્દીન ઔવેસીએ જનસભા સંબોધિત વખતે નિવેદન આપતા કહ્યુ હતુ કે હું સત્તાધીશોને કહેવા માગું છું એક બાબરી મસ્જીદ લીધી હવે બીજી નહી લેવા દઉ હિંસા દરમિયાન તોડવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામોને ઔવેસી મુદ્દો બનાવ્યો હતો અને આગામી ચૂંટણીને લઇ લોકોને જડબાતોડ જવાબ આપવા તૌયાર રહેવા જણાવ્યુ હતુ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન AIMIM પાર્ટી મુસ્લિમ મતોને અંકે કરવા અમુક અંશે સફળ રહી હતી જેને લઇ કોંગ્રેસ મુસ્લિમ સીટો પર ભારે નુકશાન થયો હતો આગામી વિધાનસભાની ચૂંટણી ફરી એકવાર AIMIM સક્રિયતાને લઇ કોંગ્રેસને મુશ્કેલીઓ વધી શકે તો નવાઇ નહી
