ગરમી વધવાની સાથે જ માર્કેટમાં ACના ભાવ પણ વધવા લાગે છે. વિજળી કંપનીઓએ દિલ્હીમાં ગ્રાહકો માટે એક ઉપાય શોધી કાઢ્યો છે. દિલ્હીમાં, BSES વીજ ગ્રાહકોને જૂના ACને બદલે નવું AC આપી રહી છે. પરંતુ આ માટે કેટલીક શરતો છે, જો તમે તેને પૂરી કરો તો તમે તેનો લાભ લઈ શકો છો.
BSES વીજળી ગ્રાહકોને ડાઈકિન, ગોદરેજ, હિટાચી, LG અને વોલ્ટાસના AC પ્રદાન કરે છે. જો તમે પણ તમારું જૂનું AC બદલવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ યોગ્ય તક છે. કારણ કે બદલામાં કંપની સારું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. BSESની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, જો તમારે જૂના ACની જગ્યાએ નવું AC જોઈએ છે, તો તમારે કેટલાક પૈસા ચૂકવવા પડશે. એટલે કે તે એક રીતે એક્સચેન્જ ઓફર છે.
કોને લાભ મળી શકે છે-
જો તમે BSES ની યોજનાનો લાભ લેવા માંગતા હો, તો તમારે કેટલીક શરતોનું પાલન કરવું પડશે. પ્રથમ- તમારું વીજળીનું બિલ સંપૂર્ણ ચૂકવવું જોઈએ. બીજું- જૂનું AC કામ કરવાની સ્થિતિમાં હોવું જોઈએ. ત્રીજું- તમારી પાસે સરનામાનો પુરાવો હોવો જોઈએ. જો આ બધી વસ્તુઓ તમારી પાસે ઉપલબ્ધ છે, તો તમે નજીકની વીજળી ઓફિસમાં જઈને અરજી કરી શકો છો. અહીં તમારે ત્રણ ફોર્મ ભરવાના રહેશે. સ્કીમના બુકિંગ પછી તમારું જૂનું AC લેવામાં આવશે અને નવું AC આપવામાં આવશે.
જૂનું એસી આપ્યા પછી પણ કેટલાક પૈસા ચૂકવવા પડી શકે છે. જો કે, જૂના AC આપવા પર, તમને BSES દ્વારા લગભગ 60-70 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. BSES એ તેને ‘AC રિપ્લેસમેન્ટ સ્કીમ’ નામ આપ્યું છે. કંપનીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે તે ગ્રાહકોને 5-સ્ટાર એસી આપી રહી છે, જેથી વીજ વપરાશ ઘટાડી શકાય.