ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇ હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. જેને લઇ તમામ રાજ્કીય પક્ષો એકશન મોડમાં જોવા મળી રહ્યા છે. ચૂંટણી નજીક જોતા કોંગ્રેસમાં આંતરિક ઘમાસાણ તેજ બન્યુ છે .ચૂંટણીના વર્ષમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની નારાજગી અને પાર્ટીને વિરોધમાં આપવામાં આવતા નિવેદનને લઇ પાર્ટીમાં હાર્દિક પટેલ પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે.જેને લઇ હાર્દિક પટેલને ગતરોજ પ્રદેશ પ્રભારીએ પાર્ટીમાં શિસ્તા સાથે રહેવા સૂચનો કર્યા હતા ત્યાર બાદ વધુ એક નેતાએ હાર્દિકને ઠપકો આપ્યું છે.કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ હાર્દિક પટેલનું નામ લીધા વિના જણાવ્યુ છે કે કોઇ પણ આગેવાનો કે કાર્યકારોએ લક્ષ્મણરેખા ન ઓળંગવી જોઇએ કોઇને બીજા પક્ષમાં જવુ હોય તે જઇ શકે છે. પંરતુ વારંવાર નિવેદનો કરી પક્ષની લક્ષ્મણ રેખા ન ઓળંગવી જોઇએ તેમણે હાર્દિક સુધારી જવા ચિમકી ઉચ્ચારી છે તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે અમારી પાર્ટી તમામને સુધારવાનો મોકા આપે છે. જેમાં પાર્ટી છબી ખરડાવા કેટલાક લોકો બીજાના ઇશારે કામ કરી રહ્યા છે.
