અફઘાનિસ્તાનમાં શક્તિશાળી ભૂકંપ: 250 થી વધુ મૃત્યુ, 500 થી વધુ ઇજાગ્રસ્ત
રવિવારે મોડી રાત્રે પાકિસ્તાન સરહદ નજીક પૂર્વી અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં 6.0ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. આ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 250થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને 500થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિસ્તારમાં ભયાનક પરિસ્થિતિ પ્રવર્તી રહી છે અને રાહત તથા બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
EQ of M: 6.3, On: 01/09/2025 00:47:41 IST, Lat: 34.50 N, Long: 70.81 E, Depth: 160 Km, Location: Afghanistan.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/O7V6fMS76w
— National Center for Seismology (@NCS_Earthquake) August 31, 2025
ભૂકંપની વિગતો અને અસર
યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નંગરહાર પ્રાંતના જલાલાબાદ નજીક હતું અને તેની ઊંડાઈ 8 કિલોમીટર હતી. આ ભૂકંપ રવિવારે સ્થાનિક સમય મુજબ રાત્રે 11:47 વાગ્યે આવ્યો હતો. પ્રારંભિક અહેવાલોમાં મૃત્યુઆંક ઓછો હતો, પરંતુ અફઘાનિસ્તાનના માહિતી મંત્રાલયે પુષ્ટિ કરી છે કે મૃત્યુઆંક 250ને વટાવી ગયો છે. સૌથી વધુ અસર કુનાર પ્રાંતમાં થઈ છે. ભૂકંપની તીવ્રતાનો અંદાજ સોશિયલ મીડિયા પર શેર થયેલા વીડિયો પરથી લગાવી શકાય છે, જેમાં વિનાશનું દ્રશ્ય સ્પષ્ટ દેખાય છે.
The intensity of the earthquake was strong in #Kunar #Afghanistan. They will need urgent help. pic.twitter.com/JJM6s3ZGbK
— Khalyla Harito (@KhalylaHarito) August 31, 2025
લોકોમાં શોક અને પ્રાર્થના
આ ઘટનાથી અફઘાનિસ્તાનમાં શોકનું વાતાવરણ છે. અફઘાનિસ્તાનના ક્રિકેટર રહેમાનુલ્લાહ ગુરબાઝે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે શોક વ્યક્ત કરતા કહ્યું, “અફઘાનિસ્તાનના કુનારમાં આવેલા ભયંકર ભૂકંપથી ખૂબ જ દુઃખી છું. મારી પ્રાર્થનાઓ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અલ્લાહ શહીદોને જન્નત આપે, ઘાયલોને સ્વસ્થતા આપે અને બધાને આ આફત સહન કરવાની શક્તિ આપે.”
Afghanistan's Kunar, Nangarhar, and Noristan provinces has been struck by a devastating earthquake, with families left despairing as homes were leveled and lives devastated. Entire villages, many of them, have been flattened, and thousands of children, women, and elderly… pic.twitter.com/ZYGt0BWHl4
— Zarifa Ghafari 🇦🇫 (@Zarifa_Ghafari) September 1, 2025
આ ઘટના બાદ, ઘાયલોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. લગભગ 20 મિનિટ પછી, તે જ પ્રાંતમાં 4.5ની તીવ્રતાનો બીજો ભૂકંપ પણ આવ્યો હતો. અફઘાનિસ્તાનમાં કુદરતી આફતોનો ઇતિહાસ રહ્યો છે. આ પહેલા, 7 ઓક્ટોબર, 2023ના રોજ આવેલા 6.3ની તીવ્રતાના ભૂકંપમાં અંદાજે 4,000 લોકોના મૃત્યુ થયા હતા, જે દેશની તાજેતરની સૌથી ભયાનક કુદરતી આફત હતી. આ ભયાનક ભૂકંપ અફઘાનિસ્તાન માટે એક નવું દુઃખદ પ્રકરણ છે, અને રાહત કાર્ય ચાલુ છે.