તમિલનાડુના સાલેમ જિલ્લામાંથી એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને આત્મા કંપી જશે. આ હૃદયદ્રાવક અકસ્માત બે બસ વચ્ચે થયો હતો.
શું છે સમગ્ર મામલો?
આ અકસ્માત 17મી મેના રોજ થયો હતો જેમાં બસની અંદર લાગેલા સીસીટીવી કેમેરામાં 2 બસની ટક્કરનો વીડિયો કેદ થયો હતો. બે બસ વચ્ચે ભયાનક અકસ્માત થયો અને 30 લોકો ઘાયલ થયાના અહેવાલ છે અને તેઓની જુદી જુદી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બસની ટક્કર બાદ બસ ડ્રાઈવર કેવી રીતે નીચે પડી ગયો હતો. વાસ્તવમાં બસ ખોટી લેનમાં આવી જવાને કારણે આ અથડામણ થઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે બસમાં બેઠેલા અનેક લોકો વિન્ડ સ્ક્રીન પર પડ્યા હતા.
જેથી ડ્રાઈવર વિન્ડ સ્ક્રીન પર તેની સામેની બાજુએ પડ્યો હતો. વીડિયો જોઈને સમજી શકાય છે કે ડ્રાઈવરને માથામાં ઈજા થઈ છે અને તે માથું પકડીને બેઠો છે.
#WATCH | Tamil Nadu: Two private buses collided head-on with each other in Salem district; several reported to be injured. Further details awaited.
(Source Unverified) pic.twitter.com/8FAJ0KRizk
— ANI (@ANI) May 18, 2022
બસ ડ્રાઈવર ખોટી લેનમાં
સીસીટીવી કેમેરાવાળી બસના વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બસ સવાર તેની લેનમાં ધીમી ગતિએ હંકારી રહ્યો હતો પરંતુ સામેથી એક બસ ખોટી લેનમાં આવીને જોરથી અથડાઈ. જેના કારણે કાચ તૂટી જાય છે અને કાચનો ટુકડો ડ્રાઈવરના માથામાં ઘુસી જાય છે જેને તેઓ હટાવતા જોવા મળે છે. મળતી માહિતી મુજબ પાછળ બેઠેલા ઘણા લોકો પણ આમાં ઘાયલ થયા છે.