આગામી બજેટ ૨૦૧૮-૧૯માં હાઈવેઝ માટે મોદી સરકાર ગત બજેટ કરતા ૧૫% જેટલી વધુ રકમ ફાળવવાની તૈયારી કરી રહી છે. આ સાથે જ નેશનલ હાઈવે બનાવતી અને દેખરેખનું કામ કરતી ઓથોરિટી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને વધારાના રૂ. ૬૧૦૦૦ કરોડ માર્કેટમાંથી ઉભા કરવાની પણ મંજૂરી આપવામાં આવશે. જેના પરીણામે ૨૦૧૪ બાદ મોદી સરકારના કાર્યકાળમાં હાઈવેઝ પર કરવામાં આવેલ કુલ ખર્ચાના ત્રણ ગણી આ રકમ થઈ જશે. જયારે દેશમાં પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટની ગતી ધીમી છે ત્યારે સરકાર પાસે હાઈવે એક જ એવો રસ્તો છે જેના દ્વારા તે જાહેર ઇન્વેસ્ટમેન્ટ લઈ આવીને દેશની ઈકોનોમીને ફરીથી તરલ અવસ્થામાં લાવી શકે છે અને વધુને વધુ રોજગાર પેદા કરી શકે છે. સરકારે કનેકિટવિટીને ધ્યાને રાખી હાઈવે કંસ્ટ્રકશનની ગતીને ઝડપી બનાવી છે. જેના કારણે હાલ દિવસ દરમિયાન સરેરાશ ૨૨.૫ કિમી હાઈવે બની રહ્યા છે. જયારે ૨૦૧૪-૧૫માં મોદી સરકાર આવી ત્યારે આ કામગીરી ગોકળગાય ગતીએ દિવસના માત્ર ૧૨ કિમી બનાવીને કરવામાં આવતી હતી. આ કારણે સિમેન્ટ અને સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં પણ માગ વધી છે. રોડ-રસ્તા માટે બજેટમાં ફાળવણીનો વધારો આ સેકટરને વેગવંતુ રાખવાનો પ્રયાસ છે. જોકે નાણાં મંત્રાલયે ચાલુ નાણાંકીય વર્ષમાં ફાળવવામાં આવેલ રૂ. ૬૪૦૦૦ કરોડની સામે રૂ. ૬૧૦૦૦નું અંદાજપત્ર સૂચવી ફંડ ફાળવણીમાં ઘટાડો સૂચવ્યો છે. હાઇવે મંત્રાલયના અધિકારીએ કહ્યું કે, ‘આગમી ત્રણ મહિનામાં અમે પ્રાઇવેટ સેકટરનું ઇન્વેસ્ટમેન્ટ વધશે તેવી આશા રાખી રહ્યા છે. કેમ કે અનેક પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડલ આધારીત પ્રોજેકટ રજૂ થવાની તૈયારીમાં છે. પરંતુ સરકારે હાઈવે માટે વધુ ફંડ ફાળવ્યું છે. આ પબ્લિક ફંડ આગળ જતા PPP પ્રોજેકટ બની જશે. જયારે આવા હાઈવેઝને અમે ભવિષ્યમાં ટોલ, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર મોડેલ હેઠળ પ્રાઇવેટ કંપનીઓને સોંપી દઈશું. આ માટે કંપનીઓએ સરકારને એક નિશ્ચિત અપફ્રંટ આપવું પડશે અને પછી રોડના મેઇન્ટેનન્સની જવબાદારી તેમની રહેશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.