મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. ડીઝલ ટેન્કર અને ટ્રક વચ્ચે જોરદાર અથડામણ બાદ વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આગમાં દાઝી જવાથી 9 લોકોના મોત થયા છે. એજન્સીના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરે પણ જીવ ગુમાવ્યો હતો.
Nine people charred to death in a fire that broke out after a collision between a diesel-laden tanker and a truck carrying wood on the outskirts of Chandrapur city in Maharashtra, police official said
— Press Trust of India (@PTI_News) May 20, 2022
જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ચંદ્રપુર જિલ્લાના એક વિસ્તારમાં થઈ હતી. અકસ્માતની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ટ્રકમાં લાકડા ભરેલા હતા. હાલ અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ગુરુવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે ચંદ્રપુર-મૂલ રોડ પર થયો હતો.
નવ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા
ચંદ્રપુર સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર સુધીર નંદનવરે જણાવ્યું હતું કે, “ચંદ્રપુર શહેર નજીક અજયપુર નજીક ડીઝલ ભરેલું ટેન્કર લાકડાના લોગ વહન કરતી ટ્રક સાથે અથડાયું હતું. અકસ્માત બાદ આગ ફાટી નીકળી હતી જેમાં નવ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
કલાકોની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી
વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે અકસ્માતના લગભગ એક કલાક પછી અજયપુર ફાયર ફાયટર પહોંચ્યા હતા અને થોડા કલાકો પછી આગને કાબૂમાં લેવામાં આવી હતી. નંદનવરે કહ્યું કે પીડિતોના મૃતદેહોને બાદમાં ચંદ્રપુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
આ ઘટનાને પગલે રોડની બંને બાજુએ વાહનો રોકી દેવામાં આવ્યા હતા. આગને કાબુમાં લેવા માટે અનેક ફાયર ટેન્ડરોએ આખી રાત કામ કર્યું હતું.
આગમાં આસપાસના અનેક વૃક્ષો પણ બળી ગયા
જણાવવામાં આવી રહ્યું છે કે જેવી રીતે પેટ્રોલ ટેન્કર ટ્રક સાથે અથડાયું, ત્યારપછી ટ્રકનું ટાયર ફાટ્યું અને ટ્રક બેકાબૂ થઈ ગઈ અને સામેથી આવતા ટેન્કર સાથે અથડાઈ. બંનેની ટક્કરથી જોરદાર આગ ફાટી નીકળી હતી. સાથે જ આ ઘટના બાદ રસ્તા પર ફેલાઈ ગયેલા પેટ્રોલના કારણે આસપાસના જંગલના અનેક વૃક્ષો બળી ગયા છે.