વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે કુદકેને ભુસકે પ્રગતિ થઈ રહી છે.સેન્ટ્રલ એડવાઈઝરી બોર્ડ ઓફ એજયુકેશન (CABE)ની મીટિંગ મળી હતી જેમાં નક્કી કરવામાં આવ્યું હતુ કે, નજીકના ભવિષ્યમાં દેશભરમાં ‘ઓપરેશન ડિજિટલ બોર્ડ’ લોન્ચ કરવામાં આવશે. ૫ વર્ષની અંદર તમામ સ્કૂલોમાં ડિજિટલ માધ્યમથી એજયુકેશન આપવાની યોજના છે.
HRD મિનિસ્ટર પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આમાં કેન્દ્ર સરકાર, રાજય સરકારની સાથે જ CSR અને કોમ્યુનિટીને પણ સહભાગી કરવામાં આવશે. મીટિંગમાં મોરલ સાયન્સ અને સ્પોર્ટ્સને કેરિકયૂલમનો હિસ્સો બનાવવા પર પણ ભાર અપાયો છે.
CABEની મીટિંગમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ સૂચન આપ્યું કે, ૯મા ધોરણથી સ્ટુડન્ટ્સને કરિયર કાઉન્સિલિંગ આપવું જોઈએ. સાથે જ કહ્યું કે, સ્કૂલ બસોમાં મહિલા ડ્રાઈવર અને હેલ્પરની નિયુકિત થવી જોઈએ. આ ઉપરાંત તમામ ધર્મોના ધાર્મિક પુસ્તકો અંગે પણ તેમને જ્ઞાન આપવું જોઈએ જેથી તેઓ એકબીજાના ધર્મોને જાણી શકે તથા તેની પ્રશંસા કરી શકે.બાળકોને અાવનારા સમયમાં તાલ સાથે કદમ મેળવી શકે તે માટે અલગથી ટ્રેઈનીંગ અાપવી જોઈએ.
થાવર ચંદ ગેહલોતે ડો.ભીમરાવ આંબેડકરના ‘પંચ તીર્થ’ને અભ્યાસક્રમમાં સમાવેશ કરવા માટે સૂચવ્યુ હતું, બીજી તરફ સ્પોર્ટ્સ મિનિસ્ટર રાજયવર્ધન રાઠોરે કહ્યું કે, ફિટનેસ અને સ્પોર્ટ્સને સ્કૂલના અભ્યાસક્રમનો ભાગ બનાવવો જોઈએ.HRD મિનિસ્ટર પ્રકાશ જાવડેકરે કહ્યું કે, ‘આઉટ ઓફ સ્કૂલ’ બાળકોને સ્કૂલ સુધી લાવવા માટે સપ્ટેમ્બરમાં સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવાનો પણ નિર્ણય લેવાયો છે.
અામ અાવનારા સમયમાં શિક્ષણનો પાયો વધુ મજબૂત કરવા અતી મહત્વના પગલા લેવામાં અાવશે.તમામ બાબતો પર ચર્ચા કરવામાં અાવી હતી.દેશની તમામ સ્કૂલોમાં ૫ વર્ષમાં ડિજિટલ એજ્યુકેશન મળશે તેવા પગલાં લેવાઈ રહ્યા છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.