વૈશ્વિક બજારમાંથી મળેલા સંકેતોની અસર સ્થાનિક શેરબજાર પર પણ જોવા મળી હતી. બુધવારે ટ્રેડિંગની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન સાથે ખુલ્યા હતા. ટ્રેડિંગની શરૂઆતમાં સેન્સેક્સ 54,254.07 પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 16,196.35 ના સ્તર પર ખુલ્યો હતો. પ્રી-ઓપન સેશન દરમિયાન સેન્સેક્સના 30માંથી 22 શેરો લીલા નિશાન સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા.
એશિયન પેઇન્ટ્સ, અદાણી પોર્ટ્સ, ટેક મહિન્દ્રા, જેએસડબ્લ્યુ સ્ટીલ અને એચસીએલ ટેક નિફ્ટીના ટોપ લૂઝર્સમાં હતા. બીજી તરફ ઈન્ડસઈન્ડ બેંક, એસબીઆઈ લાઈફ, નેસ્લે ઈન્ડિયા, એચડીએફસી લાઈફ અને એસબીઆઈન ટોપ ગેનર્સમાં હતા. આજના કારોબાર દરમિયાન રૂચી સોયા, કોલ ઈન્ડિયા, અપોલો હોસ્પિટલ, બાટા, ઈન્ટરગ્લોબ એવિએશન અને નાલ્કો સહિત ઘણી કંપનીઓના શેર પર નજર રાખવામાં આવશે.
મંગળવારના ટ્રેડિંગ સેશનમાં વૈશ્વિક બજારમાંથી મિશ્ર સંકેતો મળ્યા હતા. યુએસ માર્કેટમાં ડાઉ જોન્સ 50 પોઈન્ટ વધીને બંધ થયા છે. જોકે, નાસ્ડેકમાં 2.4 ટકાનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા શેર્સમાં ભારે વેચવાલીથી મેટા 7% ઘટ્યો, જ્યારે ટ્વિટર 5% નીચે બંધ થયું.
આ પહેલા મંગળવારે શેરબજારો સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયા હતા. 30 શેર પર આધારિત સેન્સેક્સ મજબૂતાઈ સાથે ખુલ્યો હતો પરંતુ અંતે 236 પોઈન્ટ ઘટીને 54,052.61 પોઈન્ટ પર બંધ થયો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 89.55 પોઈન્ટના ઘટાડા સાથે 16,125.15 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.