નેશનલ મેડિકલ કાઉન્સિલ (NMC) ને MBBS વિદ્યાર્થીઓ તરફથી દેશની ઘણી મેડિકલ કોલેજોમાં ઇન્ટર્નશિપ માટે પૈસાની માંગણી અને સ્ટાઇપેન્ડ ન ચૂકવવાની ઘણી ફરિયાદો મળી છે. નેશનલ મેડિકલ કમિશને આવી માંગને “ગેરકાનુની” ગણાવી છે. આ સાથે આવી માંગ કરતી મેડિકલ કોલેજ સામે ફરિયાદ મળતાં જ સ્ટેટ મેડિકલ કાઉન્સિલને તાત્કાલિક કડક પગલાં લેવાનો આદેશ આપવામાં આવ્યો છે..
MBBS કર્યા બાદ વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે ઈન્ટર્નશિપ કરવી પડે છે. ઇન્ટર્નશિપ દરમિયાન MBBS વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડ પણ ચૂકવવામાં આવે છે. ગુજરાતની સાથે સાથે નેશનલ મેડિકલ કમિશનને દેશના ઘણા વિસ્તારોમાંથી ફરિયાદો મળી રહી છે કે ઘણી મેડિકલ કોલેજો એમબીબીએસના વિદ્યાર્થીઓ પાસેથી ઇન્ટર્નશિપ કરવા માટે પૈસા માંગી રહી છે. આ સિવાય ઘણી મેડિકલ કોલેજો એવી છે જે ઈન્ટર્નશિપ દરમિયાન વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ પણ નથી આપી રહી.
– નોલેજના અભાવે વિદેશીઓ આપે છે પૈસાઃ
MBBS કર્યા બાદ વિદેશથી આવતા વિદ્યાર્થીઓ જો દેશની મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશિપ કરવા માંગતા હોય તો તેમની પાસેથી પૈસા માંગવામાં આવે છે. વિદેશથી એમબીબીએસ કરીને આવતા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજના અભાવે તેઓ ઈન્ટર્નશીપ માટે પૈસા આપે છે. આ રીતે વિદેશી એમબીબીએસ વિદ્યાર્થી પાસેથી પૈસા લેવા પણ ગેરકાયદેસર છે. વિદ્યાર્થીએ કર્યું આંદોલનઃ આ સિવાય નેશનલ મેડિકલ કાઉન્સિલ (NMC)ને સ્થાનિક મેડિકલ કોલેજ દ્વારા સ્થાનિક MBBS વિદ્યાર્થીઓ પાસેથી પણ પૈસાની માંગણી કરવામાં આવી હોવાની ફરિયાદ મળી છે. નિયમો અનુસાર ઈન્ટર્નશીપ કરનાર વિદ્યાર્થીને સ્ટાઈપેન્ડ પણ ચૂકવવું પડે છે, જે ઘણી કોલેજો આપતી નથી. અમદાવાદની એક મેડિકલ કોલેજમાં ભૂતકાળમાં ઈન્ટર્નશીપ દરમિયાન વિદ્યાર્થીને સ્ટાઈપેન્ડ ન આપવાને લઈને આંદોલન થયું હતું..
નેશનલ મેડિકલ કાઉન્સિલ (NMC) એ ગુજરાત મેડિકલ કાઉન્સિલ અને દેશની અન્ય મેડિકલ કાઉન્સિલને જાણ કરી છે કે MBBSના વિદ્યાર્થીઓ તરફથી આવી ફરિયાદો મળતાં તાત્કાલિક મેડિકલ કૉલેજ સામે પગલાં લેવામાં આવે. નેશનલ મેડિકલ કાઉન્સિલ (NMC) એ ચેતવણી આપી છે કે જો સ્ટેટ કાઉન્સિલ દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવે તો કડક પગલાં લેવામાં આવશે.
હવે તમે ઈન્ટર્નશીપના રૂપિયા ચાર્જ કરી શકશો નહીં:
ઘણી મેડિકલ કોલેજો એમબીબીએસ કર્યા બાદ વિદેશ અને ગુજરાત બહારથી આવતા વિદ્યાર્થીઓ પાસેથી ઈન્ટર્નશીપ માટે પૈસા લેતી હતી. ઉપરાંત, તેઓ તેમની સેવાના બદલામાં સ્ટાઈપેન્ડ પણ આપતા નથી. વિદ્યાર્થીઓની વધતી ફરિયાદો પર નેશનલ મેડિકલ કાઉન્સિલ (NMC) દ્વારા લેવાયેલો નિર્ણય યોગ્ય છે. હવે કોઈપણ મેડિકલ કોલેજ ઈન્ટર્નશિપ માટે કોઈ વિદ્યાર્થી પાસેથી પૈસા નહીં લે. દરેક વ્યક્તિએ ફરજિયાતપણે સ્ટાઈપેન્ડ ચૂકવવું પડશે.