રામમંદિરની ઇંટો લઈને જતાં ત્યારે પૂર્વ કોંગી નેતાઓ કહેતાં આ લોકો માટીના ઢેફા લઈને નીકળ્યાં છે ગોરધન ઝડફિયા પૂર્વ કોંગી મંત્રી ભરત સોલંકી દ્વારા રામમંદિર બાબતે કરેલ ટિપ્પણી મુદ્દે ભાજપના આકરા તેવર કોંગ્રેસના પૂર્વ મંત્રી ભરતસિંહ સોલંકી દ્વારા વટામણ ખાતે રામ મંદિર વિશે કરાયેલ વિવાદિત ટિપ્પણી બાદ ભાજપ આક્રમક બની છે. ભરત સોલંકી દ્વારા ટિપ્પણી કરાઈ હતી કે મંદિરની ઇટો પર કુતરા પેશાબ કરી રહ્યા છે, જે બાદ સમગ્ર મામલે વિવાદ છંછેડાયો છે. નડિયાદ ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહના આગમન પહેલા એક બાદ એક કાર્યક્રમો ચાલી રહ્યા છે.
તે પૈકી એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા જિલ્લા પ્રભારી ગોરધન ઝડફિયાએ વિવાદિત નિવેદન અંગે કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે કોંગ્રેસ આજથી નહી જ્યારે અયોધ્યામાં ભગવાન રામલલ્લાનું પ્રસ્થાપન થયું અને પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ હતા, ત્યારે અયોધ્યાના તે સમયના ડીએમને સ્થળ પરથી મૂર્તિ હટાવવા સુચના આપી હતી. આટલેથી નહીં અટકતાં ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતુ કે પહેલેથી જ કોંગ્રેસની માનસિકતા આવી રહી છે, તેઓ રામસેતુને પણ કાલ્પનિક હોવાનું કહ્યું હતું. સાડા ચાર લાખ લોકોનું બલિદાન, 75 વર્ષ કોર્ટમાં ફસાયેલો કેસ, સમગ્ર હિન્દુ સમાજની આસ્થા અને આવા એક કેન્દ્રીય મંત્રી રહી ચુકેલા, સિનીયર વ્યક્તિ આવું બોલે તે યોગ્ય નથી. રામ મંદિરની જે ઇટો કે જેને અમે શીલા કહીયે છે, તેને ઇસ્વરજી એક જમાનામાં ઢેફુ કહેતા હતા. અમે જ્યારે શીલાનું પૂજન કરવા નીકળતા ત્યારે તેઓ કહેતા કે આ લોકો ઢેફા લઈને નીકળ્યા છે. જ્યારે વર્તમાન સમયમાં આવું વિવાદિત નિવેદન કરી ભરતસિહજીએ મોટી ભૂલ કરી છે, તેઓને સમગ્ર દેશની માફી માંગવી પડશે.