દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું કે રવિવારે રાત્રે દ્વારાના મુખ્ય મટિયાલા રોડ પર એક બિલ્ડિંગના અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી. આ પછી, ચાર ફાયર ટેન્ડર ઘટનાસ્થળ પર મોકલવામાં આવ્યા હતા.
દિલ્હીના દ્વારકા વિસ્તારના મુખ્ય મટિયાલા રોડ પર એક બિલ્ડિંગના અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં રવિવારે રાત્રે આગ લાગી હતી. જે બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે 52 લોકોને બચાવી લીધા છે, જેમાંથી પાંચ લોકોને નાની-મોટી ઈજા થઈ છે.
દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું કે, રવિવારે રાત્રે લગભગ 1.30 વાગ્યે બિલ્ડિંગમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી. ચાર ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. ઇલેક્ટ્રિક મીટર બોર્ડમાં આગ ભભૂકી ઉઠ્યા બાદ આગ ફાટી નીકળી હતી અને બાદમાં ભૂગર્ભ પાર્કિંગમાં પાર્ક કરાયેલા 10 વાહનો (બાઈક અને કાર)ને લપેટમાં લીધા હતા. આ સિવાય પાંચ લોકોને નાની-મોટી ઈજાઓ પણ થઈ છે, જે બાદ ફાયર વિભાગ દ્વારા તેમને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તેણે જણાવ્યું કે અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં ગાઢ ધુમાડો હતો. તમામ 52 લોકો (24 મહિલાઓ, 24 પુરૂષો, ચાર બાળકો)ને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બિલ્ડિંગમાં બેઝમેન્ટ (અંડરગ્રાઉન્ડ), ગ્રાઉન્ડ ફ્લોર તેમજ વધુ ચાર માળ છે. આ સંકુલ લગભગ 300 ચોરસ યાર્ડનું છે અને તેમાં કુલ 26 ફ્લેટ છે.