બનાસકાંઠા જિલ્લાના 97 ગામોને નર્મદા કમાન્ડ વિસ્તારમાં સમાવવાની માંગ, રાહથી થરાદ સુધી બાઇક રેલી, પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું..
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પાણી માટે આંદોલન કરી રહ્યા છે. નર્મદા કમાન્ડ એરિયા (ફિલ એરિયા)માં 97 ગામોનો સમાવેશ કરવાની માંગ સાથે સોમવારે ખેડૂતોએ રાહથી થરાદ સુધી બાઇક રેલી કાઢી હતી. રેલી કાઢી આ ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી વહેલી તકે ઉકેલ લાવવા માંગ કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો માટે પાણીની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. ભૂગર્ભ જળ સ્તર નોંધપાત્ર રીતે નીચે ગયું છે. જેના કારણે ખેડૂતો દ્વારા ખેતરોમાં બનાવેલા ટ્યુબવેલ પણ કામ કરતા નથી. નદી, નાળા, જળાશયો, તળાવ સુકાઈ ગયા છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પૂરતો વરસાદ થયો નથી. જેના કારણે ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય નાગરિકો પણ પાણીની સમસ્યાથી પરેશાન છે. ખેતરોમાં પાકને સિંચાઈ માટે પાણી નથી..

