કેટલીકવાર આપણે સોશિયલ મીડિયા પર કેટલાક એવા વીડિયો જોતા હોઈએ છીએ જેના પર વિશ્વાસ કરવો આપણા માટે ખૂબ જ મુશ્કેલ હોય છે. આવો જ એક આશ્ચર્યજનક વિડિયો ટ્વિટર પર ઘણો વ્યૂઝ મળી રહ્યો છે.
આ વીડિયો જંગલનો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે બે જાનવરો મેદાનમાં લડી રહ્યા છે. પરંતુ ધૂળ અને કેમેરા દૂર હોવાને કારણે વીડિયોની શરૂઆતમાં પ્રાણીઓને ઓળખવા મુશ્કેલ છે. આખો મામલો જાણતા પહેલા આ વિડીયો (વાઈરલ વિડીયો) જરૂર જોવો…
જ્યારે કેમેરા ઝૂમ કરવામાં આવે છે, ત્યારે દેખાય છે કે અહીં એક કૂતરો સિંહને પડકાર ફેંકી રહ્યો છે. કૂતરા ની હિંમત વખાણવા જેવી છે. પરંતુ આ કૂતરો માત્ર સિંહને જ પડકારતો નથી પરંતુ તેને એવી કઠિન સ્પર્ધા પણ આપે છે કે આખરે સિંહે હાર માનવી પડે છે. આ પછી કૂતરો ત્યાંથી નીકળી જાય છે.
Need this much confidence in life. Dog vs Lion. It also highlights issue of stray dogs & wildlife interaction. @zubinashara pic.twitter.com/lNu7X4ALm5
— Parveen Kaswan (@ParveenKaswan) January 10, 2021
આ વીડિયો જોઈને લોકો પોતાની આંખો પર વિશ્વાસ નથી કરી શકતા. આ કોઈ સામાન્ય ઘટના નથી. આવું ભાગ્યે જ કોઈએ સાંભળ્યું કે જોયું હશે. આ કારણથી ટ્વિટર પર શેર કરવામાં આવેલો આ વીડિયો ઘણા લોકોને આકર્ષી રહ્યો છે.