ભારત અને પાકિસ્તાનની ટીમો (IND vs PAK) ફરી એકવાર ક્રિકેટના મેદાન પર આમને-સામને થશે. આ વખતે આ મેચ કોમનવેલ્થ ગેમ્સમાં રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ પણ મંગળવારે પોતાની ટીમની જાહેરાત કરી હતી. 31 જુલાઈએ ભારત અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે ટક્કર થશે. બિસ્માહ મારૂફ પાકિસ્તાની મહિલા ટીમની કપ્તાની સંભાળશે.
PCBની રાષ્ટ્રીય મહિલા ટીમના મુખ્ય પસંદગીકારે એ જ ટીમને જાળવી રાખી છે, જેણે બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે શ્રીલંકા સામેની તેમની પ્રથમ T20I શ્રેણીમાં ક્લીન સ્વીપ જીત નોંધાવી હતી. રાષ્ટ્રીય મહિલા ટીમના મુખ્ય પસંદગીકાર અસ્માવિયા ઈકબાલ, મુખ્ય કોચ ડેવિડ હેમ્પ અને કેપ્ટન બિસ્માહ મારુફ વચ્ચે ચર્ચા કર્યા બાદ ટીમને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
આ પહેલા બેલફાસ્ટમાં ત્રિકોણીય શ્રેણી પણ રમાશે, જેમાં પાકિસ્તાન ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને આયર્લેન્ડની મહિલા ટીમો પણ ભાગ લેશે. આ બે શ્રેણી માટે 18 ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 3 રિઝર્વ ક્રિકેટર ગુલામ ફાતિમા, સદફ શમાસ અને ઉમ્મે હાનીનો સમાવેશ થાય છે.
પાકિસ્તાની ટીમ 16 થી 24 જુલાઈ દરમિયાન બેલફાસ્ટમાં T20 વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને યજમાન આયર્લેન્ડ સામે ટકરાશે. ત્યારબાદ કોમનવેલ્થ ગેમ્સમાં બાર્બાડોસ 29 જુલાઈ, ભારત 31 જુલાઈ અને ઓસ્ટ્રેલિયા 3 ઓગસ્ટે ટકરાશે. બિસ્માહ મારૂફની આગેવાની હેઠળની ટીમ 12 જુલાઈએ યુકે જવા રવાના થશે.
ટીમઃ બિસ્માહ મારૂફ (કેપ્ટન), અમીન અનવર, આલિયા રિયાઝ, અનમ અમીન, આયેશા નસીમ, ડાયના બેગ, ફાતિમા સના, ગુલ ફિરોઝા (ડબલ્યુકે), ઇરમ જાવેદ, કૈનાત ઇમ્તિયાઝ, મુનીબા અલી સિદ્દીકી (ડબ્લ્યુકે), નિદા દાર, ઓમાઇમા સોહેલ , સાદિયા ઈકબાલ અને તુબા હસન.
કોમનવેલ્થ ગેમ્સ પાકિસ્તાન મહિલા ટીમ શેડ્યૂલ
29 જુલાઈ – વિ બાર્બાડોસ
31 જુલાઈ – વિ ભારત
3 ઓગસ્ટ – વિ ઓસ્ટ્રેલિયા