નવા વર્ષની શરૂઆતથી જ અમેરિકા, બ્રિટન, ચીન, રશિયા સહિત અનેક દેશોમાં ભીષણ હિમવર્ષા થઇ રહી છે. અમેરિકાના કેટલાંક હિસ્સામાં કડકડતી ઠંડી પડી રહી છે. ગત રવિવારથી ઇલિનોઇસ, ઇન્ડિયાના, મિશિગન અને મધ્ય-પશ્ચિમ અમેરિકાના અનેક શહેરોમાં ઠંડી હવાના કારણે મુસીબતોમાં વધારો થયો છે. બુધવારે ઠંડીના કારણે એક બાળકી સહિત 10 લોકોનાં મોત થયા છે. બરફના પાતળા લેયરના કારણે બુધવારથી તાપામાન અત્યંત નીચું છે. સાઉથ યુએસમાં અત્યાર સુધીની રેકોર્ડબ્રેક ઠંડી પડી છે. ઓસ્ટીન, ટેક્સાસના રોડ પર આજે ગુરૂવારે વાહનોની 30 ફૂટ લાંબી લાઇન જોવા મળે છે. બરફના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. જ્યારે એક 40 વર્ષીય વ્યક્તિનું કારમાં જ ઠંડીના કારણે મોત નિપજ્યું છે. નોર્થ અને સાઉથ કેરોલિનામાં 32,000થી વધુ ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો છે.
સતત બરફવર્ષા અને લૉ ટેમ્પરેચરના કારણે સાઉથ યુએસના રોડ પર બરફની ચાદર છવાઇ ગઇ છે. જેના કારણે વાહન-વ્યવહાર ખોરવાયો છે. ઉપરાંત સ્નો ફૉલના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો છે અને મોટાંભાગની શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. 82 વર્ષીય એક વૃદ્ધાનો મૃતદેહ હોસ્ટન એરિયામાં આવેલા તેના ઘરની પાછળ મળી આવ્યો હતો. જ્યોર્જિયામાં મેકોન એરિયામાં ધુમ્મસના કારણે કાર ટકરાતાં અકસ્માતમાં બે લોકોનાં મોત થયા છે. બુધવાર બપોર બાદ હવામાન વધુ ખરાબ થતાં એટલાન્ટાના સૌથી વ્યસ્ત એરપોર્ટની તમામ સર્વિસ ઠપ્પ થઇ ગઇ હતી. એટલાન્ટાનું હાર્ટ્સફિલ્ડ-જેક્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ યુએસનું સૌથી વ્યસ્ત એરપોર્ટ ગણાય છે. જ્યાં દરરોજ 2,700 ફ્લાઇટનું આવગમન થાય છે. બુધવારે બપોર બાદ અહીંની 470 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.