શું રાગીના રોટલા જ નહીં, પિઝા પણ બની શકે છે? આ રેસીપી જોઈને તમે ચોંકી જશો.
આજકાલ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ સભાન થઈ ગયા છે. બહારનું ફાસ્ટ ફૂડ ખાવાનું ટાળે છે, પરંતુ ક્યારેક ક્યારેક પિઝા ખાવાનું મન તો બધાને થાય છે. આવા સમયે તમે ઘરે જ હેલ્ધી અને ટેસ્ટી રાગી પિઝા બનાવી શકો છો. આ માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પરંતુ તમારા ડાયટ પ્લાનને પણ બગાડતું નથી.
રાગી પિઝા બનાવવા માટેની સામગ્રી
- ટામેટા – 1
- ડુંગળી – 1
- શિમલા મિર્ચ – 1
- પનીર/ટોફૂ – 500 ગ્રામ
- મીઠું – સ્વાદ મુજબ
- કાળા મરી – 1 ચમચી
- ટોમેટો સોસ – 2 ચમચી
- રાગીનો લોટ – 1 કપ
- ચીઝ – 1 નાની વાટકી
- ચીલી ફ્લેક્સ – સ્વાદ મુજબ
View this post on Instagram
બનાવવાની રીત
- સૌથી પહેલા ટામેટા, ડુંગળી, શિમલા મિર્ચ અને પનીર/ટોફૂને નાના-નાના ક્યુબ્સમાં કાપી લો.
- તેને હળવા તેલ અથવા ઘીમાં થોડું ફ્રાય કરીને મીઠું અને કાળા મરી નાખી દો.
- હવે એક કઢાઈમાં રાગીનો લોટ અને પાણી નાખીને થોડું કડક થાય ત્યાં સુધી પકાવો. પછી લોટ બાંધીને પાતળી રોટલીની જેમ વણી લો.
- આ રોટલીને તવા પર હલકી શેકી લો.
- તેના પર સૌથી પહેલા ટોમેટો સોસ લગાવો, પછી શાકભાજી અને પનીર ફેલાવો.
- ઉપરથી ચીઝ અને ચીલી ફ્લેક્સ છાંટી દો.
- હવે તવાને ઢાંકીને ધીમી આંચ પર 10 મિનિટ સુધી પકાવો.
તમારો હેલ્ધી અને ટેસ્ટી રાગી પિઝા તૈયાર છે. તેને તમે બાળકોને પણ નિશ્ચિંત થઈને ખવડાવી શકો છો અને પોતે પણ મજાથી ખાઈ શકો છો.