ચણાની પંજીરી: શું તમે જાણો છો કે આ એક સુપરફૂડ છે જે તમારા શરીરને શક્તિ આપે છે?
જો તમને મીઠાઈ પસંદ છે પણ હેલ્ધી પણ ખાવા માંગો છો, તો શેકેલા ચણામાંથી બનેલી પંજીરી તમારા માટે પરફેક્ટ રેસીપી છે. ડ્રાય ફ્રૂટ્સ અને હર્બ્સથી ભરપૂર આ પંજીરી માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ તે ઇમ્યુનિટી વધારવા, શરદી-ખાંસી દૂર કરવા અને સાંધાના દુખાવાને ઓછો કરવામાં પણ અસરકારક છે. ખાસ વાત એ છે કે તેને બનાવવામાં માત્ર 15-20 મિનિટ લાગે છે.
પંજીરી બનાવવા માટેની સામગ્રી
- શેકેલા ચણા – 100 થી 200 ગ્રામ (છાલ વગરના)
- મખાના – 1 વાટકી
- બદામ – 1 નાની વાટકી
- કાજુ – 1 નાની વાટકી
- તરબૂચના બીજ – 1 નાની વાટકી
- કોળાના બીજ – અડધી વાટકી
- કિસમિસ – અડધી નાની વાટકી
- ગુંદર – 1 ચમચી
- ખસખસ – અડધી વાટકી
- નાળિયેર (છીણેલું) – 2 ચમચી
- બુરા (ખાંડ )– 1 વાટકી
- દેશી ઘી – 2-3 ચમચી
- મસાલા – 1-1 ચમચી (સૂંઠ પાવડર, કાળા મરી પાવડર, અજમા પાવડર)
બનાવવાની રીત
પહેલો સ્ટેપ:
એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં મખાના શેકી લો. ત્યારબાદ ગુંદર, બદામ, કાજુ, તરબૂચ અને કોળાના બીજ હળવા શેકી લો. કિસમિસ પણ નાખીને થોડી વાર શેકી લો.
બીજો સ્ટેપ:
શેકેલી બધી વસ્તુઓને થોડી ઠંડી કરીને મિક્સરમાં અધકચરી પીસી લો. હવે શેકેલા ચણાનો પણ પાવડર બનાવી લો.
ત્રીજો સ્ટેપ:
કડાઈમાં થોડું ઘી નાખો અને તેમાં ખસખસ તથા નાળિયેરને હળવું શેકી લો. હવે એક મોટા વાસણમાં ચણાનો પાવડર, ડ્રાય ફ્રૂટ્સ, મસાલા અને બૂરું ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરી લો.
કેવી રીતે ખાવું?
- રોજ સવારે નાસ્તામાં 2-3 ચમચી પંજીરી દૂધ સાથે ખાઓ.
- આ બાળકો અને વૃદ્ધો બંને માટે ફાયદાકારક છે.
- તે શરીરને ઊર્જા આપશે, ઇમ્યુનિટી મજબૂત કરશે અને સાંધાના દુખાવામાં રાહત અપાવશે.