રાજ્યમાં દિવસેને-દિવસે વધી રહેલા વાહન –મોબાઇલ ચારીની ઘટનાઓને નાથવા પોલીસ વિભાગ પણ એકિટવ મોડમાં જોવા મળી રહ્યો છે.ગુનેગારોને પકડવા હવે પોલીસ વિભાગ પણ નવી-નવી ટેકનોલોજી સાથે હરણફાળ ભરી રહ્યો છે. હાલ ડિજિટલ યુગમાં પોલીસ વિભાગ પણ ટેકનિકલ મામલે સજજ જોવા મળી રહી છે. ટેકનોલોજી સદઉપયોગથી લોકોને ઘણા ફાયદાઓ થયા છે. તમે તમારા વિસ્તારમાં નોંધયેલા ગુનાઓની પણ ઓનલાઇન વેબસાઇટ પરથી માહિતી મેળવી શકો છે સરકાર દ્રારા એફ, આઇ ,આર પોર્ટેલ લોકો માટે કાર્યરત કર્યુ છે હવે વાહનચોરી મોબાઇલચોરીની ઘટનાઓમાં લોકોને પોલીસ સ્ટેશનના ખાવા પડતા ધરમધક્કાથી મળશે મુક્તિ જે તે વ્યકિતનું વાહન-.મોબાઇલ ચોરી હોય તો તે હવેથી ઘેરબેઠા ઓનલાઇન એફ આઇ આર જે તે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવી શકે છે,જેને પગલે વાહન માલિકનું સમય પણ બચશે ધરમધક્કા પણ નહી ખાવા પડે ગૃહવિભાગ દ્રારા વાહનચોરીની ઘટનાને નિકાલ માટે સિટીઝન પોર્ટલ અથવા સિટીઝન ફર્સ્ટ એપથી ફરિયાદ નોંધાવી શકશે જેની 48 કલાકમાં જવાબ મળી રહેશે એપ પર રાજિસ્ટ્રશન કર્યા બાદ ચોરી થયેલા વાહનોની વિગત વાહન માલિકને દર્શાવી પોર્ટલ પર અપલોડ કરવી પડશે આ ફરિયાદને e_FIR નામ આપવામાં આવ્યુ છે જેમાં 48 કલાકની અંદર તપાસ અધિકારી ફરિયાદીનો સંપર્ક કરી માહિતી મેળવશે જેમાં ફરિયાદ કરેલી વાહનચોરી ફરિયાદ પર એસ એમ એસ ઇ -મેઇલથી જાણ કરશે ગૃહવિભાગ દ્રારા લોન્ચિગ આ e_FIR પોલીસ ઇન્સપેકટરથી લઇ પોલીસ કમિશન સુધી જવાબદારી નક્કી કરવામાં આવી છે.આ એપ આશા છે કે ફરિયાદીઓ માટે આર્શીવાદ સમાન બની રહેશે અને લોકો રજૂઆત વહેલા તકે નિકાલ આવી શકાશે
