આકરી ગરમી વચ્ચે સમગ્ર રાજ્યમાં રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે 8 મી જૂનથી રાજ્ય ના વિવિધ ભાગોમાં વરસાદ ની આગાહી કરી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. પરંતુ મહત્વની વાત એ છે કે આગામી બે દિવસ તાપમાન 43 ડિગ્રી સુધી જોવા મળી શકે છે. જ્યારે બે દિવસ બાદ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે..
આ જિલ્લાઓમાં વરસાદની આગાહી..
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત ના વલસાડ, નવસારી અને દમણમાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ના અમરેલી અને ગીર સોમનાથ જિલ્લા ના કેટલાક વિસ્તારો માં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત માંથી આવતા ભેજવાળા પવનો વરસાદી મોસમ બનાવી શકે છે. એટલું જ નહીં, આ વિસ્તારોમાં વીજળી ની સાથે વાવાઝોડા ની અસર પણ જોવા મળી શકે છે. ગયા વર્ષ ની સરખામણી માં આ વર્ષે દેશમાં સારો વરસાદ થવા ની ધારણા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધીમાં દેશમાં 103 ટકા વરસાદ ની આગાહી કરી છે. વિભાગે એક મહિના પહેલા દેશમાં 99 ટકા વરસાદની આગાહી કરી હતી. પંજાબમાં પણ ચોમાસા ની સિઝન દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની ધારણા છે.
2019 થી વરસાદ સારો થઈ રહ્યો છે..
જૂન માં, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તર રાજસ્થાન, મહારાષ્ટ્ર, પૂર્વ મધ્ય પ્રદેશ, પશ્ચિમ ગુજરાત, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને આંતરિક કર્ણાટકમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે. પંજાબમાં આ વર્ષે માર્ચથી 22 મે સુધી હવામાન શુષ્ક રહ્યું છે. મે મહિનો સરેરાશ દેશમાં સૌથી ગરમ મહિનો હતો. IMD અનુસાર પંજાબના ત્રણ જિલ્લા અમૃતસર, લુધિયાણા અને પટિયાલા માં ઉંચુ તાપમાન નોંધાયું છે. અમૃતસરમાં 2013 પછી પહેલીવાર તાપમાન 40 ડિગ્રીને પાર થયું છે..