નવી દિલ્હી ચૂંટણીપંચે CM કેજરીવાલના અાપના 20 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા કરી ભલામણ. જો તેમને ગેરલાયક ઠેરવવામાં અાવેતો, 20 વિધાનસભા બેઠકો માટે ઉપપ્રમુખ રાખવામાં અાવશે. 70 સભ્યોની દિલ્હી વિધાનસભામાં 67 બેઠકો પર શાસક અાપની મોટા પાયે બહુમતી છે અને જો 20 ધારાસભ્યો ગેરલાયક થશે તો અરવિંદ કેજરીવાલ સરકાર પર કોઈ જોખમ નથી, જો કે 20 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં અાવે તો પક્ષ માટે અેક મોટો ફટકો છે.
અાપના 20 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા કોંગ્રેસ અને ભાજપચૂંટણીપંચ પર દબાણ લાવી રહ્યા છે.
આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે ચીફ ઇલેક્શન કમિશનર એ.કે. જ્યોતિ પોતાની નિવૃત્તિ પહેલા તમામ બાકી કેસોને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી કમિશન ઝડપથી જૂના કેસોનો નિકાલ કરી રહ્યું છે. ચીફ ઇલેક્શન કમિશનર એ.કે. જ્યોતિ 22 તારીખે નિવૃત્ત થશે. શાસક પક્ષ કહે છે કે ચૂંટણી પંચ ધારાસભ્યો મુદે નક્કી નહીં કરી શકે, તેનો નિર્ણય કોર્ટમાં કરવો જોઈએ.આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે તેમના ધારાસભ્યોને પોતાનો અભિપ્રાય પણ લેવાયો નથી.
આ કેસમાં ફરિયાદી પ્રશાંત પટેલે કહ્યું કે આ વાત અેકદમ સ્પષ્ટ છે કે આ 20 ધારાસભ્યોનું સભ્ય પદ છીનવાઈ જશે તેમણે જણાવ્યું હતું કે, “સમગ્ર કેસ જોયા પછી મેં આ કેસ 2015માં ઉઠાવ્યો હતો, એવું લાગે છે કે આ ધારાસભ્યોનું સભ્ય પદ દૂર થઈ જશે.ચૂંટણીપંચ રાષ્ટ્રપતિને તેનો ચુકાદો મોકલશે જેના પર રાષ્ટ્રપતિ તેની મંજૂરી આપશે. ”
બંધારણની કલમ 102(1)(A) અને 191(1)(A) મુજબ, જો સંસદના કોઈ સભ્ય અથવા વિધાનસભાના સભ્નય લાભદાયક પદ પર હોય તો તેનું સભ્યપદ છીનવાઈ જાય છે.