ભારતમાં કોરોના ના કેસોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાક માં કોરોના વાયરસ ના નવા કેસોમાં મોટો વધારો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે, ત્રણ મહિના બાદ ગુજરાત માં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. કોરોના વાયરસના નવા કેસોની સ્થિતિ ને જોતા, 07 જૂનની સાંજે રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 200 હતી, જે હવે વધીને 363 થઈ ગઈ છે. રાજ્યમાં આજે 7મી જૂને સાંજે કોરોના વાયરસના 72 નવા કેસ નોંધાયા છે. જો કે, અમદાવાદ શહેરમાં આજે રાજ્યમાં સૌથી વધુ 44 કેસ નોંધાયા છે.
07 જૂનની સાંજે, અમદાવાદ શહેરમાં સૌથી વધુ 44 કેસ, સુરત કોર્પોરેશનમાં 7 – 7 અને વડોદરા કોર્પોરેશનમાં 7 – 7 કેસ નોંધાયા છે. રાજકોટ કોર્પોરેશનમાં 03 અને અરવલી-વલસાડમાં 02 – 02 કેસ છે. સાણંદ, બનાસકાંઠા, ગાંધીનગર કોર્પોરેશન, ગીરસોમનાથ, મહેસાણા, રાજકોટ અને સાબરકાંઠા માં 01-01 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 72 નવા કેસ નોંધાયા છે. આ સિવાય રાજ્યના કોઈપણ શહેર જિલ્લામાં કોરોનાનો નવો કેસ નોંધાયો નથી..
રાજ્યમાં 07 જૂનની સાંજે કુલ 53 દર્દીઓને રજા આપવામાં આવી છે. જેમાંથી અમદાવાદ શહેરમાં સૌથી વધુ 32 દર્દીઓ સાજા થયા છે. વડોદરા કોર્પોરેશનમાં 09, વલસાડમાં 02 – 02, ગાંધીનગર કોર્પોરેશન, સાબરકાંઠામાં દર્દીઓ છે. મહેસાણામાં 03, દેવભૂમિ દ્રારકા માં 01 ગીરસોમનાથ 01, વડોદરા માં 01 – 01 દર્દીઓ સાજા થઈને ઘરે મોકલી દેવાયા છે. રાજ્યમાં આજે કુલ 43,858 લોકોને રસી આપવામાં આવી છે. રાજ્યમાં રસીકરણ ની કુલ સંખ્યા વધી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 11,02,80,999 ડોઝ આપવામાં આવ્યા છે.
રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 350 થી વધુ થઈ ગઈ છે, જ્યારે રાજ્યમાં આજે 363 સક્રિય કેસ છે. એક રાજ્યમાં કુલ 00 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ 363 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. રાજ્યમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 12,14,280 છે. રાજ્યમાં મૃત્યુઆંક 10,944 છે.