વલસાડમાં શંકર તળાવ ગામના નવી નગરી ફળિયાના રહીશોએ મામલતદારને અાવેદન પત્ર પાઠવ્યુ. અવર-જવર કરવામાટે રસ્તાની સવલત પુરી પાડવા બાબતે અાવેદન પત્ર પાઠવ્યુ. શંકર તળાવ ગામના નવી નગરી ફળિયામાં 25થી 30 ઘરો અાવેલા છે. છેલ્લા ઘણાં સમયથી ફળિયામાં પગદંડી સિવાય કોઈ રસ્તો અાવેલ નથી.તેમજ છેલ્લા ઘણાં સમયથી રોજીરોટી મેળવવા માટે કે અન્ય સામાજીક માંદગી કે અન્ય કોઈપણ કામકાજ માટે રેલ્વે ક્રોસ કરી જાનના જોખમે અવર જવર કરવી પડે છે. તેમ જ અગાઉના સમયે પણ ટ્રેન અડફેટે અકસ્માત થયેલ છે.
ચોમાસાની સિઝનમાં નોકરીએ અવરજવર કરતા વ્યકિતઓ તેમજ સ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓ કાદવ ક્ચ્ચિડમાંથી અવરજવર કરે છે. અને પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. તો અા સમસ્યાનો તાત્કાલીક નિવારણ કરશો અેવી અમારી સૌની ઈચ્છા છે.