અાપણે સૌ ઘરને સજાવવા માટે અવનવા પ્રયોગ કરતા રહીએ છીઅે. મોટાભાગે અાપણે ઈન્ટીરિયર પર ધ્યાન અાપીએ છીએ.ઘરની દિવાલોથી લઈને ઘરના સુશોભન માટે, સજાવટની વિશેષ કાળજી લેવામાં આવે છે.દીવાલ પેઇન્ટની સાથે સાથે, નવીનતમ ફર્નિચર, પડદા અને કુશન પણ ઘરને શણગારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પછી તે ડ્રોઈંગ રૂમ, કોર્નર અથવા સોફા પર સજાવવામાં અાવે છે.
સિઝનના આધારે કુશન સજાવવાથી તમારા ઘરને એક નવો દેખાવ આપી શકો છો. ઉનાળામાં હળવા રંગના, શિયાળા દરમિયાન ડાર્ક રંગના કુશન તમારા ઘરની શોભામાં ચાર ચાંદ લગાવી દેશે.
અત્યારે માર્કેટમાં દરેક કલર અને અલગ અલગ શેપમાં મનમોહીલે તેવા કુશન મળે છે.તમે ઘરે પણ તેને પોતાની પસંદગી પ્રમાણે સજાવવા માટે બનાવી શકો છો.
તમે તમારા જુના કુશન પર પોમપોમ લગાવી તેને અલગ રંગરૂપ અાપી શકશો.તમે તેને બેડશીટ, સોફાની સાથે મેચીંગ કરી વાપરી શકો છો. 3D કુશન અાજકાલ દરેક જગ્યાએ 3Dનું ચલણ છે. 3D પ્રિન્ટવાળા કવર બહુજ સુંદર લાગે છે. 3D પ્રિન્ટ ટ્રેન્ડના હોવાના કારણે તમારા ઘરને એક નવો દેખાવ મળશે.
સોફા સેટ પર વિવિધ કુશન લગાવવાથી અલગ જ દેખાવ અાવેે છે. તેમાં પણ જો તમે લેધરના કુશન કવરનો ઉપયોગ કરોતો તમારા ડ્રોઇંગરૂમને અલગ જ દેખાવ અાપી શકશો.તમે તમારા ડાર્ક સોફા હોય તો લાઈટ કવર અને લાઈટ સોફા હોય તો ડાર્ક કુશન કવર લગાવી શકો છો.
તમે ઘરને રોયલ દેખાવ આપવા માટે પરંપરાગત કુશન વાપરી શકો છો. રાજસ્થાનના અેવરગ્રીન પ્રિન્ટ કવર સાથે તમે તમારા ઘરને પરંપરાગત દેખાવ આપી શકો છો. હળવા રંગો પર અેનિમલ પ્રિન્ટ કવર તમારા ઘરનો દેખાવ બદલી નાખશે.