છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. બીજી તરફ સુરતમાં રવિવારે વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાત્રે બે ઈંચ વરસાદ પડ્યો હતો. ઉધના-વરાછા વિસ્તારના માર્ગો પર પાણી ભરાયા હતા. વરસાદ સાથે ભારે પવનના કારણે અમરોલી સહિતના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. સવાર સુધી વીજ પુરવઠો પૂર્વવત થઈ શક્યો ન હતો. સૌથી વધુ વરસાદ વરાછા વિસ્તારમાં થયો છે.
સુરતની સાથે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ છે. વલસાડ અને નવસારી સહિત અનેક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી હળવો વરસાદ પડી રહ્યો છે. ત્યારે સુરત શહેરમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાત્રે આઠ વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધીમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. વરાછા ઝોન-એમાં સૌથી વધુ 46 મીમી વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જો કે, ભારે વરસાદથી ઉધના, પાંડેસરા અને વરાછા વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રાત્રિ દરમિયાન મધ્ય ઝોનમાં 27, પશ્ચિમ ઝોનમાં 8, ઉત્તર ઝોનમાં 15, પૂર્વ ઝોન Aમાં 46, પૂર્વ ઝોન Bમાં 44, દક્ષિણ ઝોનમાં 28, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 27 અને દક્ષિણ પૂર્વમાં 43 મિમી વરસાદ પડ્યો હતો. ઝોન.મીમી વરસાદ નોંધાયો હતો.