નિસાનની માલિકીની કંપની ડટસન ટૂંક સમયમાં તેની redi-Go કારની ઓટોમેટેડ વેરિઅન્ટ લોંચ કરશે. કાર આ મહિનાના અંત સુધીમાં લોન્ચ કરવામાં અાવશે. કંપનીએ કારનું પ્રી-બુકિંગ શરૂ કરી દીધુ છે. ગ્રાહકો 10,000 રૂપિયાની રકમ આપીને તે બુક કરી શકે છે.
કારની ડિલિવરી 23 જાન્યુઆરીથી શરૂ થવાની ધારણા છે. ડટસન redi-Go કારને રેનો ક્વિડે CMF-A (કોમન મોડ્યુલ ફેમિલી) પ્લેટફોર્મ પર કારનું નિર્માણ કરવામાં આવ્યું છે. કારના ઓટોમેટિક વેરિઅન્ટના દેખાવમાં કોઈ ફેરફાર થશે નહીં. ઓટોમેટિક ગિઅરબોક્સ સાથેના redi-Go 1.0 લિટર વર્ઝન સાથે ઉપલબ્ધ રહેશે. કારમાં હેક્સાગોનલ ગ્રીલ, બમ્પર, વ્હિલ કવર, ડોર હેન્ડલ્સ, જેમ કે ટોપ એન્ડ ફીચર્સ પર એલઇડી ડોર હેન્ડલ ફિચર્સ આપવામાં આવશે.
કારમાં 999 સીસી પેટ્રોલ એન્જિન હશે, જે 67 બીએચપી અને 91 એનએમ ટોર્કને જનરેટ કરશે. નવી મ્યૂઝિક સિસ્ટમ કારમાં પૂરી પાડવામાં આવશે, જેમાં બ્લૂટૂથ સુવિધા ઉપલબ્ધ હશે. 5-સ્પીડ એએમટી ગિયરબોક્સ ધરાવતી આ કારમાં લેધરનો ઉપયોગ કરવામાં અાવ્યો છે.રેડ-ગો સિલાઇ ડ્રાઇવર અને પેસેન્જર બેઠકો પર જોવા મળશે. કેબિન પહેલાની જેમ જ કાળા રંગની હશે.
સાધારણ redi-Go ની કિંમત 2.6 લાખથી શરૂ થાય છે.