અમેરિકામાં સરકારી કામકાજો ઠપ્પ થયા બાદ સોમવારે સતારૂઢ પાર્ટી રિપબ્લિકન અને વિપક્ષી ડેમોક્રેટ્સ વચ્ચે સમજૂતી થઈ. ડેમોક્રેટ્સ સરકારી ઠપ્પ પડેલા કામોને ફરીથી શરૂ કરવા સહમત થતા મતદાન કરવા તૈયાર થઇ છે. અાજથી સ્થિતિ પહેલા જેવી થઈ જશે.પહેલાં અમેરિકી સદસ્યમાં બહુમતી નેતાઓ અને કેન્ટકીના સેનેટર મિટ મેકકોનલ સોમવાર સુધી બપોરે અસ્થાયી ખર્ચ બિલ પર મતદાનમાં વિલંબ કરવાની પ્રક્રિયાને અનુસરવા ગયા હતા. પરંતુ સતત વાતચીત પછી બંને પક્ષે સંમતિ બની હતી. પહેલાં શટડાઉન સમાપ્ત થાય ત્યાં સુધી સોમવાર સુધી લાખો ફેડરલ કર્મચારીઓને રજા પર ઉતારી દેવાયા હતા. જ્યારે અમેરિકી સેનેટર્સ સરકાર શટડાઉન સમાપ્ત કરવા માટે સમાધાન કરવા માટે સતત ચર્ચા કરતા રહ્યા.તે જ સમયે ટ્રમ્પ દ્વારા પરમાણુ વિકલ્પ મુદે સૂચવ્યું હતું, પરંતુ તેનો ઉપયોગ કરવાની શક્યતાઓ ખૂબ ઓછી બતાવવામાં આવી હતી.
અમેરિકી કેન્દ્રના એક વક્તવ્યમાં જણાવ્યું હતું કે, કોલકતા સ્થિત કેન્દ્ર અને લાઇબ્રેરી સોમવારથી અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં અાવ્યા હતા. જો કે હવે અા સમસ્યાનું સમાધાન થઈ ગયુ છે. અમેરિકા પર તોળાતુ અાર્થિક સંકટ હાલ પુરતુ ટળી ગયુ છે.