યુટ્યુબ પર શેર કરાયેલા વિડિયોમાં એક છોકરો એસ્કેલેટર પરથી નીચે જતો અને એક છોકરી બીજી તરફ એસ્કેલેટર ઉપર જતી જોઈ શકાય છે. છોકરી તેનો ફોન વાપરવામાં વ્યસ્ત છે અને છોકરો છોકરી તરફ જોઈ રહ્યો છે.
બંને બાજુમાં આવતાની સાથે જ છોકરો છોકરીને કિસ કરે છે. છોકરી અચાનક સમજી શકતી નથી કે તેની સાથે શું થયું અને તેને પકડવા માટે એસ્કેલેટર બદલીને દોડવા લાગે છે. આમાં છોકરો એસ્કેલેટર પણ બદલી નાખે છે. પહેલા તમે આ વાયરલ વિડીયો જુઓ…
હવે જ્યારે છોકરો એસ્કેલેટર પરથી ઉપર આવી રહ્યો છે અને છોકરી એસ્કેલેટર પરથી નીચે આવી રહી છે ત્યારે છોકરો તેના હાથમાંથી તેનો ફોન છીનવી લે છે. આના પર છોકરી માત્ર માથું ખંજવાળતી રહે છે. તમને જણાવી દઈએ કે આ વીડિયોમાં દેખીતી રીતે છોકરો અને છોકરી પ્રૅન્કનું નાટક કરી રહ્યાં છે. વાસ્તવમાં આવું કંઈ થઈ રહ્યું નથી. આ વીડિયો પર કેટલાક લોકો હસી પડ્યા તો કેટલાક લોકો ગુસ્સામાં જોવા મળ્યા.
આ વાયરલ વીડિયો અંગે ઘણા લોકો (સોશિયલ મીડિયા યુઝર્સ) માને છે કે આ વીડિયો અન્ય લોકોને પણ કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે આવું કરવા માટે પ્રેરિત કરી શકે છે. આ જ કારણ છે કે કેટલાક લોકોને આ પ્રૅન્ક પસંદ નથી આવી. તમને જણાવી દઈએ કે આ વીડિયોને અત્યાર સુધીમાં 12 મિલિયન લોકો જોઈ ચૂક્યા છે.