કોંગ્રેસના સોશિયલ મિડિયા ઇન્ચાર્જ રોહન ગુપ્તાને તાત્કાલિક અસરથી પદ ઉપરથી હઠાવી દેવામાં આવ્યા છે અને તેઓને AICC પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે,કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા આ નિમણૂકને મંજૂરી આપી દીધી છે.ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ તેઓ કોંગ્રેસમાં રહી ભાજપ માટે કામગીરી કરતા હોવાની ચર્ચાએ વ્યાપક જોર પક્ડયુ હતું, જેને લઇ કોંગ્રેસના સોશિયલ મિડિયા સામે અનેક સવાલો ઉઠયા હતા.
અમદાવાદ ખાતે આવેલી સન બર્ડ ઇન્ફ્રા બિલ્ટ નામની કન્ટ્રકશન કંપનીમાંઅમિત શાહના ખાસ માણસ એવા એડિસી બેંક નાં ચેરમેન અજય પટેલ નાં પત્ની અને કોંગ્રેસ સોશિયલ મિડિયા ચીફ રોહન ગુપ્તાનાં પત્ની સહિત કુટુંબીજન ભાગીદાર હોવાની વાત શોશ્યલ મીડિયામા બહાર આવી હતી.આ અગાઉ સત્યડેમાં અમદાવાદ ના વાયણા ની કરોડો ની જમીન માં રૂ. 8 કરોડ કોંગ્રેસ ના તો બીજા રૂ.દોઢ કરોડ કોના ? અન્ય છ નેતાઓ નો AICC ના જમીન રોકાણ માં શુ છે રોલ ?આ મામલે એક અહેવાલ અંગે ખાસ્સી ચર્ચા પણ ઉઠી હતી.ત્યારબાદ સત્યડેમાં કોંગ્રેસનાં નેશનલ સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ રોહન ગુપ્તા અને ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓના ધંધાકિય એકમો સાથે સંકળાયેલા હોવાઅંગે એક વરિષ્ઠ પત્રકારના દાવાને ટાંકીને વિસ્તૃત અહેવાલો પ્રસારિત કર્યા હતા જે બાદ આખરે તેઓને ‘માનભેર’ પદ ઉપરથી હઠાવી દઈ પ્રવક્તાની બઢતી આપી સન્માન કરાતા આ પ્રકરણે ભારે ચર્ચા જગાવી છે.
કોંગ્રેસના સત્તાવાર નિવેદન માં જણાવ્યા મુજબ સુપ્રિયા શ્રીનેતને સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ રોહન ગુપ્તાની જગ્યા લેશે. જ્યારે રોહન ગુપ્તાએ કૉંગ્રેસ પાર્ટીએ તાત્કાલિક અસરથી પાર્ટીના પ્રવક્તા તરીકે નિયુક્ત કર્યા છે.કોંગ્રેસ અધ્યક્ષે તાત્કાલિક અસરથી નવા કોમ્યુનિકેશન વિભાગ સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના અધ્યક્ષ તરીકે સુપ્રિયા શ્રીનેતની નિમણૂકને મંજૂરી આપી છે, તેમજ રોહન ગુપ્તાને પાર્ટીના પ્રવક્તા નિયુક્ત કરવામાં આવતા હવે આ મેટરે રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે.
કારણકે ઘણી બધી એવી વાતો સામે આવી હતીકે આખરે ઉપર લેવલે આ નિર્ણય લેવાયો છે.