અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વ વિસ્તારના રહીશો સાથે ઓરમાયુભર્યુ વર્તન થતો હોવાની લાગણી પૂર્વ વિસ્તારના રહીશો અનુભવી રહ્યા છે એક તરફ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્રારા સ્માર્ટસિટી અમદાવાદની મોટી મોટી ગુલબંગો પોકારવામાં આવતી હોય છે અને બીજા તરફ કડવી વાસ્વિકતા સામે આવી રહી છે. હાલમાં અમદાવાદના કેટલાક વિસ્તારોમાં લોકો પ્રાથિમક સુવિધાથી પણ વંચિત હોવાના સામે આવી રહ્યા છે. રોડરસ્તા. ડ્રેનેજ, પીવાનું પાણી, સ્ટ્રીટ લાઇટ સહિતની પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.
અમદાવાદના મણિનગર વોર્ડમાં આવેલા હેબાબનગર ખાતે મોટી સંખ્યામાં માઇનોરિટી સમાજના લોકો રહે છે જેમાં ત્યા રહીશો તંત્ર સુવિધા આપવાને બાબાતે અન્યાય થતા હોવાની આરોપ ત્યાના રહીશો લગાવી રહ્યા છે.દુષિત અને અપૂરતા પ્રેશરથી પાણી, ગટર , સહિતની સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અનેક વખત અધિકારીઓને રજૂઆત કરવા છતા તંત્રના અધિકારીઓ દ્રારા આંખઆડા કાન કરવામાં આવી રહ્યા છે.તેમજ વિસ્તારના પ્રવેશદ્રાર પાસે જ અત્યંત બિસ્માર હાલતમાં શૌચલાય છે.જયાં ગંદગીના ગંજ ખડકાયેલા છે.આ શૌચાલય બંધ હાલતમાં હોવાથી અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યો છે. સ્થાનિક દ્રારા આ શૌચાલયને દુર કરી નાનાભૂલકાઓ માટે આંગણવાડી બનવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
